આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ચાણસ્મા(પ્રિયકાન્ત શ્રીમાળી)

જમ્મુ કાશ્મીરના પુલવામાં ગુરૂવારે સીઆરપીએફના જવાનો પર આંતકવાદીઓ ઘ્વારા જે કાયરતાથી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો તેને વખોડી કાઢવા અને આ હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે ચાણસ્માના પીંપળ ગામે શ્રધ્ધાંજલી કાર્યકમ રાખવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, પીંપળ ગામના યુવાન જે ભારતીય સેનામાં ફરજ બજાવે છે તેમના તરફથી આ શ્રધ્ધાંજલી કાર્યકમ તેમના લગ્નની આગલી રાત્રે રાખવામાં આવ્યો હતો. જેમાં પીં૫ળ ગામના યુવાનો,બહેનો,વૃધ્ધો બાળકો સહિત, ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ ગેમરભાઇ દેસાઇ, પીંપળ પ્રાથમિક શાળાના આચાર્ય વાધજીભાઇ દેસાઇ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી શહિદોને શ્રધ્ધાંજલી અર્પી હતી અને સંકલ્પ કર્યો હતો કે હવેથી પીંપળ ગામ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ તરીકે નહી પરંતુ શહીદ દિવસ તરીકે મનાવશે.

સેનાને મારી જરૂર પડે તો ગમે તે ઘડીએ જવા તૈયાર છુ : અંકિત પટેલ

પીંપળના આર્મીમેન અંકિત પટેલે જણાવ્યું હતુ કે, કાલે મારા લગ્ન છે અને હું હાલ રજા પર ઘરે આવેલ છુ. પરંતુ જો ભારતીય સેના મને હાલ પણ બોલાવે તો હું મારા દેશની રક્ષા કરવા મારા લગ્ન છોડીને પણ જવા તૈયાર છુ઼. મને ભારતીય સેના પર વિશ્વાસ છે અમારી સેના પુલવામામાં શહીદ થયેલા જવાનોની શહાદતનો બદલો જરૂર લેશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code