આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.
અટલ સમાચાર, ડેસ્ક
 ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતને લઇ દાવેદારો વચ્ચે ગરમાંગરમી થઈ હોવાનું સામે આવ્યું છે.કાર્તિક પટેલ નામના ગાયક કલાકારે ચાર બંગડીવાળુ ગીત પોતાનું હોવાનો દાવો કરી કિંજલ દવેએ ચોરી કરી હોવાનો આક્ષેપ કરતા કલાકાર આલમમાં ખળભળાટ મચી ગયો છે. મામલો કોર્ટ સુધી પહોચતાં વચગાળાનો હુકમ આપ્યો છે.
 ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતના ગાયિકા કિંજલ દવેને કોપીરાઈટ મામલે પડકાર મળ્યો છે. ગીતની રચના અને માલીકીને લઈ ઓસ્ટ્રેલિયાના ગુજરાતી કલાકાર કાર્તિક પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો. જેથી અમદાવાદની કોર્મિશયલ કોર્ટે ગીતનો ઉપયોગ હાલ પુરતો અટકાવી દેવાનો આદેશ કર્યો છે. કોર્ટે વચગાળાના હુકમની સાથે કિંજલ દવે દ્વારા ગવાયેલ ગીત ઈન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ના આવે તેવો પણ આદેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે જણાવ્યું છે કે, આ ગીત પોતે જ લખ્યું અને ગાયું છે, કિંજલ દવેએ તો તેની કોપી મારી છે એટલે કે, નકલ કરી છે. આ ગીત તેણે વર્ષ 2016માં ગાયુ હતું. ન્યાય મળતા ખુબ જ સમય લાગી ગયો પરંતુ આખરે વિજય સત્યનો થયો છે.
  આ સાથે જ કાર્તિક પટેલે મનુ રબારીને પણ ઉઠાંતરીખોર ગણાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે આ ગીતની તમામ ડિઝિટલ પુરાવાઓ છે. તેથી તેઓ અંત સુધી આ કેસમાં લડત આપશે.
ઉલ્લેખનીય છે કે, કિંજલ દવે 22 જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોર્મિશયલ કાર્યક્રમોમાં આ ગીત નહીં ગાઇ શકે.
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code