ચાર્ટડ એકાઉન્ટ યુવતીએ સંસાર છોડ્યોઃ કરોડો રુપિયામાં સુખ નથીઃધ્વની

અટલ સમાચાર, મોડાસા મોડાસાની સીએ થયેલી 22 વર્ષીય ધ્વની શાહ નામની યુવતીએ સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. આ સંયમના માર્ગમાં જતી યુવતિને તેના પરિવારજનોનો સહયોગ રહ્યો છે. મોડાસાની રહેવાસી અને ચાર્ટડ એકાઉન્ટ થયેલી ધ્વની સમીરભાઈ શાહ 10 માર્ચના રોજ સંસાર ત્યાગી સંયમનો માર્ગ અપનાવી સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરશે. જેને લઈ મોડાસા ખાતે
 
ચાર્ટડ એકાઉન્ટ યુવતીએ સંસાર છોડ્યોઃ કરોડો રુપિયામાં સુખ નથીઃધ્વની

અટલ સમાચાર, મોડાસા

મોડાસાની સીએ થયેલી 22 વર્ષીય ધ્વની શાહ નામની યુવતીએ સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. આ સંયમના માર્ગમાં જતી યુવતિને તેના પરિવારજનોનો સહયોગ રહ્યો છે.

મોડાસાની રહેવાસી અને ચાર્ટડ એકાઉન્ટ થયેલી ધ્વની સમીરભાઈ શાહ 10 માર્ચના રોજ સંસાર ત્યાગી સંયમનો માર્ગ અપનાવી સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરશે. જેને લઈ મોડાસા ખાતે ધ્વનીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ધ્વનિનું માનવું છે કે, સંયમના માર્ગમાં જે સુખ મળવાનું છે તે સુખ કરોડો રૂપિયા હોવા છતાં પણ સંસારમાં મળવાનું નથી. આ જ વિચારથી પોતે દીક્ષા ગ્રહણ કરી મુમુક્ષુ બનવાનું નક્કી કર્યું છે. આ માર્ગે જવામાં તેના પરિવારજનો સહિત માતા પિતાનો મોટો સાથ સહકાર રહ્યો છે.