આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે આજે પાટીદાર સમાજની વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના વડીલો,યુવાનો સહિત આગેવાનો હાજર રહયા હતા.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર હવેથી જીવીબા પાટીદાર વાડીમાં ગામના ધાર્મિક અને સામાજીક પ્રસંગો ઉજવાશે. અત્યાર સુધી વિવિધ પ્રસંગો માટે ગામમાં સુવ્યવસ્થિત જગ્યાના અભાવે મુશ્કેલીઓ પડતી હતી. પ્રાથમિક સુવિધાઓથી સજજ વાડીને પગલે પાટીદાર સમાજને મોટી રાહત મળી છે. સમાજના દાતાઓ તરફથી ગામને વાડીની સુવિધા મળતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code