છેતરાયાં@વાવ: લકી ડ્રોમાં શિક્ષકે ગુમાવ્યાં 1.07 લાખ, 11 લાખ જીત્યાનો પત્ર મળતાં લલચાયાં

અટલ સમાચાર ડોટ કોમ, વાવ વાવ પંથકના શિક્ષક સાથે અજાણ્યાં ઇસમોએ ભેગા મળી લકી ડ્રોમાં 11 લાખ જીત્યા હોવાનું કહી 1.07 લાખ પડાવ્યાની ઘટના સામે આવી છે. શિક્ષકના ઘરે ગત દિવસોએ એક ઓનલાઇન શોપિંગ એપ્લિકેશનમાંથી પત્ર આવ્યો હતો. જેમાં તેઓ કંપનીના લકી ડ્રોમાં 11,00,000 લાખ જીત્યાં હોવાનું લખ્યુ હોઇ આપેલા નંબર પર ફરીયાદી શિક્ષકે ફોન
 
છેતરાયાં@વાવ: લકી ડ્રોમાં શિક્ષકે ગુમાવ્યાં 1.07 લાખ, 11 લાખ જીત્યાનો પત્ર મળતાં લલચાયાં

અટલ સમાચાર ડોટ કોમ, વાવ

વાવ પંથકના શિક્ષક સાથે અજાણ્યાં ઇસમોએ ભેગા મળી લકી ડ્રોમાં 11 લાખ જીત્યા હોવાનું કહી 1.07 લાખ પડાવ્યાની ઘટના સામે આવી છે. શિક્ષકના ઘરે ગત દિવસોએ એક ઓનલાઇન શોપિંગ એપ્લિકેશનમાંથી પત્ર આવ્યો હતો. જેમાં તેઓ કંપનીના લકી ડ્રોમાં 11,00,000 લાખ જીત્યાં હોવાનું લખ્યુ હોઇ આપેલા નંબર પર ફરીયાદી શિક્ષકે ફોન કર્યો હતો. આ તરફ અજાણ્યાં ઇસમોએ શિક્ષકને વિશ્વાસમાં લઇ અલગ-અલગ સમયે જીતેલી રકમના ફાઇલ ચાર્જ પેટે 1,07,500 પડાવ્યાં હતા. જે બાદમાં પણ લકી ડ્રોમાં જીતેલા પૈસા બેંકમાં જમા નહીં થતાં શિક્ષકને છેતરાયાનું ભાન થયુ હતુ. જેથી અજાણ્યાં ઇસમો સામે વાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામના શિક્ષક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. ઢીમા કિરણકુમાર વિહાભાઇ પરમાર થરાદની દેવ વિધામંદીરમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ અવાર-નવાર સ્નેપડીલ નામની ઓનલાઇન કંપનીમાંથી ખરીદી કરતાં હતા. જોકે ગત તા.17/03/2021ના રોજ તેમના ઘરે પોસ્ટ ઓફીસમાંથી સ્નેપડીલ ઓનલાઇન કંપની તરફથી એક પત્ર મળ્યો હતો. જેમાં તેઓ કંપનીના માધ્યમથી લકી ડ્રોમાં 11,00,000 જીત્યાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદમાં આપેલ નંબર ઉપર ફોન કરતાં ઇસમે ફાઇલ ચાર્જ, જીએસટી અને અલગ-અલગ કારણો દર્શાવી પૈસા પડાવ્યાં હતા. ઇસમોએ અલગ-અલગ સમયે શિક્ષક પાસેથી કુલ 1,07,500 પડાવ્યાં હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા એક શિક્ષક સાથે 1.07લાખની છેતરપિંડીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. અજાણ્યાં ઇસમોએ શિક્ષકને વિશ્વાસમાં લઇ તેમાના બંને ખાતા પૈકી એકમાંથી 47,500 અને બીજા ખાતામાંથી 60,000 મળી કુલ 1,07,500 પડાવ્યાં હતા. જે બાદમાં શિક્ષકે કંપનીમાં ફોન કરી તપાસ કરતાં તેઓએ ખોટા પૈસા ભર્યા હોવાનું કહેતાં શિક્ષકે આરોપી ઇસમોને ફોન કર્યો હતો. જોકે ઇસમોનો ફોન બંધ આવતો હોઇ શિક્ષકે ઇસમો સાથે 1.07 લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે વાવ પોલીસે ઇસમો સામે આઇપીસી કલમ 406, 419, 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.