છેતરપિંડી@ઊંઝા: મહેતાએ 18 લાખનું જીરું વેચી માર્યું, વેપારીને ધ્રાસકો

અટલ સમાચાર,મહેસાણા વેપારી મથક ઊંઝામાં મહેતાએ વિશ્વાસઘાત કર્યાની ઘટના સામે આવી છે. વેપારીનું સરેરાશ 18 લાખનું જીરું વેચી મહેતા ફરાર થઈ જતાં ચકચાર મચી ગઇ છે. રાજેશ માધવલાલ પટેલ નામના વેપારીએ ઊંઝા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઊંઝા ગંજબજારના રાજેશ માધવલાલ પટેલ નામની પેઢીમાં સાગર લગધીરભાઈ પટેલ (રહે. નાની ભાપડી, તા. થરાદ, જી.બનાસકાંઠા) નામનો
 
છેતરપિંડી@ઊંઝા: મહેતાએ 18 લાખનું જીરું વેચી માર્યું, વેપારીને ધ્રાસકો

અટલ સમાચાર,મહેસાણા

વેપારી મથક ઊંઝામાં મહેતાએ વિશ્વાસઘાત કર્યાની ઘટના સામે આવી છે. વેપારીનું સરેરાશ 18 લાખનું જીરું વેચી મહેતા ફરાર થઈ જતાં ચકચાર મચી ગઇ છે. રાજેશ માધવલાલ પટેલ નામના વેપારીએ ઊંઝા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ઊંઝા ગંજબજારના રાજેશ માધવલાલ પટેલ નામની પેઢીમાં સાગર લગધીરભાઈ પટેલ (રહે. નાની ભાપડી, તા. થરાદ, જી.બનાસકાંઠા) નામનો વ્યક્તિ મહેતા તરીકે કામ કરતો હતો. આ દરમિયાન વેપારીને વિશ્વાસમાં લઈ પ્રથમ 255 મણ જીરું રૂ. 3150 ના ભાવે હોલસેલ વેપારી પેઢીને વેચી આવ્યો હતો. આ પછી બીજી વખત 357 મણ જીરું રૂ. 3050 ના ભાવે વેચી કુલ રૂ. 19 લાખથી વધુ આપવાના હતા.

છેતરપિંડી@ઊંઝા: મહેતાએ 18 લાખનું જીરું વેચી માર્યું, વેપારીને ધ્રાસકો

અઠવાડિયામાં ચૂકવણું થતું હોઇ 10 દિવસે પણ રકમ આવી નહોતી. આથી વેપારીએ આકરી પૂછપરછ કરતા સાગર નામનો મહેતા ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે વેપારીએ ફોન ઉપર અને રૂબરૂ મળીને રકમ પરત લેવા મથામણ કરી હતી. જોકે 2 લાખ આંગણિયા મારફત મોકલ્યા બાદ બાકીના રૂ‌. સરેરાશ 18 લાખની છેતરપિંડી આચરી છે. જેથી વેપારી રાજેન્દ્રકુમારેએ નાણાંકીય વિશ્વાસઘાત કરનાર મહેતાજી સામે ફરીયાદ નોંધાવી છે. ઊંઝા પોલીસે ઇ.પી.કો ક.૪૦૬ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.