આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓ હુમલા અને ગુસ્સાનો સામનો કરી રહી છે. શામળાજી ચેકપોસ્ટ નજીક વાહન ચાલકને થોભાવતા દરમ્યાન પોલીસને ખરાબ અનુભવ થયો છે. વાહન રોકાવતા ઇકો ચાલકે પુરપાટ ઝડપે દોડાવતા પોલીસે પીછો કર્યો હતો. આગળ જઇ પોલીસે વાહન પકડતા ચાલક સહિતના તુટી પડયા હતા. બંને વચ્ચેના ઘર્ષણમાં પોલીસને માર પડતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે ચાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ થઇ છે.

શામળાજી પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નાથાભાઈ, નરેન્દ્રસિંહ કિસ્મતસિંહ અને મહેશ કુમાર બાબુભાઇ સહિતના રતનપુર ચેકપોસ્ટ નજીક રવિવારે વાહન ચેકીંગમાં હતા. આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ સફેદ ઈકો કારને અટકાવતા ચાલકે કાર ભગાવી દીધી હતી. જેથી ત્રણેય કોન્સ્ટેબલે સરકારી વાહન સાથે પીછો કરી ઈકો કારના ચાલકને ઝડપી લીધો હતો. જોકે, ચાલકે કાર અટકાવી બંને પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો બોલી મારઝુડ કરી હતી. જેમાં પથ્થરોથી હુમલો કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ છે.

શામળાજી પોલીસ સ્ટેશનના પ્રવીણભાઈ નાથાભાઈની ફરિયાદને આધારે જગદીશ જીવાભાઈ પારઘી અને રસિકભાઈ જીવાભાઈ પારઘી તથા બે અજાણ્યા શખ્શો સામે ઇપીકો કલમ-૩૨૩,૩૩૭,૧૮૬,૩૩૨,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને જીપીએકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ફરજ દરમ્યાન કોઇ કારણસર પોલીસ અને ઇસમો વચ્ચે થયેલું ઘર્ષણ અનેક બાબતો વિચારવા પ્રેરિત કરી રહયુ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code