ભગવાન રાયગોર કાંકરેજ
પાલનપુના ચેખલા ગામે જોગણી માતાજીની શોભાયાત્રા કાઢી ગ્રામજનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચેખલા ગામે આવેલ જોગણી માતાજીનું પવિત્ર સ્થાનક છે. આ મંદિર વર્ષોપુરાણું હોવાનું ગામલોકોનું માનવું છે. ગામમાં જોગણી માતાની વાર્ષિક તિથિ નિમિત્તે શોભાયાત્રામાં વરઘોડો સાથે સમગ્ર ગામમાં ફરી નિજ મંદિરે પરત આવી હતી. આ પ્રસંગે પંથકવાસીઓ સહિત ગ્રામજનોએ માતાજીની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.