છેતરપીંડી@સુરત: હોટલ રેટીંગના નામે ઓનલાઇન ટાસ્ક આપનાર ગેંગ ઝડપાઇ, 4 આરોપીઓની ધરપકડ

 
સુરત

એક એકાઉન્ટમાં બે કરોડથી વધુના ટ્રાન્જેક્શન થયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં દિવસે ને દિવસે ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે હોટલ રેટીંગના નામે ઓનલાઇન ટાસ્ક આપનાર ગેંગ ઝડપાઇ છે. સુરત સાયબર ક્રાઈમ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ શરૂઆતમાં ફરિયાદીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા હતાં. બાદમાં વધુ ટાસ્ક આપવાની લાલચ આપી પૈસા પડાવી લેતા હતા. અંદાજીત 6 લાખની ઠગાઈ આચરવામાં આવી હતી.

એડિશનલ પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલએ કહ્યું કે, આરોપીઓ લલચાવી ફોસલાવતા હતાં.જોબવર્કમાં સારું કમિશન આપવામાં આવતું હતું. 9 ટેલિગ્રામ આઈડીથી મેસેજ મોકલતા હતાં. મુખ્ય આરોપી નરશી જીવાણી અગાઉ પણ પકડાઈ ચૂક્યાં છે. ત્રણ આરોપીઓ એકાઉન્ટની હેરાફેરી કરતી હતી. સાયબર સેલે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.એક એકાઉન્ટમાં બે કરોડથી વધુના ટ્રાન્જેક્શન થયા છે. 9 જેટલી આઈડી મળી આવી છે જે તપાસનો વિષય ચાલી રહી છે. પકડાયેલા આરોપીઓમાં સંજયકુમાર જશભાઈ દુદાભાઈ પટેલ, પિયુષ રમેશભાઈ છનાભાઈ પરમાર, ભરતભાઈ છેલાભાઈ મેપાભાઈ ભરવાડ અને અમિત નરશીભાઈ જીવાણીની કાયદેસરની અટક કરવામાં આવી છે.