આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાટણના ખેડૂત કમ બિલ્ડર સાથે એક યુવતીએ પરિચય કેળવી મોબાઇલ ઉપર મીઠી વાતો કરી હતી. આ દરમ્યાન ગત દિવસે હારીજ બોલાવી ચાણસ્મા હાઇવે પર લઇ ગઇ હતી. જ્યાં પહેલાંથી તૈયાર ચાર ઈસમોએ ધમકી આપી માર મારી નગ્ન હાલતમાં વિડીયો ઉતાર્યો હતો. ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 25 લાખ પડાવી લીધા હતા. ઘટના પરિવારને જણાવ્યા બાદ ફરીયાદ દાખલ થઈ છે.

પાટણ શહેરના લીમડી ચોક વિસ્તારમાં રહેતા ડાહ્યાભાઈ મંછારામ પટેલ સાથે ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. માહી નામની યુવતીએ મોબાઇલ ઉપર વાત કરી મકાન લેવાની ઇચ્છા બતાવી હતી. આ પછી કેટલાક દિવસો બંને વચ્ચે વાતચીત થઈ હતી. આ દરમ્યાન ડાહ્યાભાઈને સમી જવાનું થતાં માહીએ હારીજ મુલાકાત કરવા કહ્યું હતું.

હારીજમાં યુવતીએ મુલાકાત કરી ડાહ્યાભાઇને ચાણસ્મા તરફ કાર લઈ જવા કહ્યું હતું. જ્યાં હાઇવે પર નર્મદાની મોટી કેનાલની બાજુના કાચા રસ્તે પોતાના સંબંધીને ત્યાં જવા કહેતા ખેડૂત ગયા હતા. આ દરમ્યાન અચાનક એક કારમાંથી ઉતરી કેટલાક ઈસમો દોડી આવ્યા હતા.

lover girl-boy

ઈસમોએ કારમાં જ ખેડૂત ડાહ્યાભાઈને માર મારી સોનાની વિંટી પડાવી અધધધ…50 લાખની માંગણી કરી હતી. મારી નાખવાની ધમકી આપતા ખેડૂતે આંગણિયા મારફત રૂપિયા 25 લાખ પડાવ્યા હતા. આ પછી ડાહ્યાભાઈ ગભરાટમાં આવી પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી. જેથી પરિવારે માનસિક તાકાત આપ્યા બાદ ખેડુતે માહી નામની યુવતી વિરુદ્ધ મોબાઇલ નંબર સાથે પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code