છઠીયારડાઃ બંદૂક, હથિયારો અને ધોકા લઈ આવી પોલીસને ધમકીઃ 8 સામે ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા છઠીયારડા ગામની સીમમાં અસામાજીક તત્વોએ પોલીસ ઉપર બંદૂક તેમજ ભયંકર હથિયારો સાથે હૂમલો કરવાની કોશિષ કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જાહેરનામાનો ભંગ કરવા બદલ 8 વિરુદ્ધ ગુનો નોંધી 4 ઈસમોની ધરપકડ કરી છે. પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર છઠીયારડાની સીમમાં રૂપાલ ગામ તરફ જતા રોડ ઉપર 8 ગુંડા તત્વો
 
છઠીયારડાઃ બંદૂક, હથિયારો અને ધોકા લઈ આવી પોલીસને ધમકીઃ 8 સામે ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા

છઠીયારડા ગામની સીમમાં અસામાજીક તત્વોએ પોલીસ ઉપર બંદૂક તેમજ ભયંકર હથિયારો સાથે હૂમલો કરવાની કોશિષ કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જાહેરનામાનો ભંગ કરવા બદલ 8 વિરુદ્ધ ગુનો નોંધી 4 ઈસમોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર છઠીયારડાની સીમમાં રૂપાલ ગામ તરફ જતા રોડ ઉપર 8 ગુંડા તત્વો હતા. દેશી હાથ બનાવટની બંદૂક, તિક્ષ્ણ હથિયારો લઈ આવી પોલીસને ધમકીઓ આપી ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ તત્વોમાં 4 લોકોને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય 4 ઈસમો ભાગી છૂટ્યા હતા. જેઓની પાસેથી એક મોટરસાયકલ અને રીક્ષાને જપ્ત કરી આઈપીસી તથા શસ્ત્ર અધિનિયમ 1959 હેઠળ તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અસામાજીક તત્વો એટલા ખુંખાર બન્યા છે કે તેઓને પોલીસનો ડર રહ્યો નથી. જો ગુજરાતમાં ખાખી પણ અસલામત પરિસ્થિતિમાં મુકાઈ જવા પામી છે. પોલીસે આવા તત્વો સામે લાલ આંખ કરી કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગુનામાં સામેલ આરોપીઓ

(૧) રજબખા અલારખાં ડફેર સિંધી તથા (૨) શેરખાન લાખાભાઇ ડફેર સિંધી (૩) કાલુભાઇ અલારખાં ડફેર (સિંધી) (૪) મીરખાન જીવણભાઇ ડફેર સિંધી (૫) મુસાભાઇ રજબખા ડફેર (૬) મુસ્તાકભાઇ રજબભાઇ ડફેર(૭) રમજાનભાઇ રજબભાઇ ડફેર (૮) ભયલા સાહેબ ડફેર તમામ રહે. મહેસાણા લશકરી કુવા હાલ રહે. છઠીયારડા તા.જી.મહેસાણા