બાળમજૂરી@મહેસાણા: મહિને 50થી વધુ તપાસ સામે ઇન્સ્પેક્ટરે કહ્યું ના થાય

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળમજૂરી સામે કાર્યવાહી કરતી ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. જેમાં દર મહિને 50થી વધુ સંખ્યામાં તપાસ કરવા સુચન થયું હોવાનું સામે આવ્યું છે. જેની સામે લેબર ઇન્સ્પેક્ટરને પૂછતા વિરોધાભાસ જોવા મળ્યો છે. મહિલા લેબર ઇન્સ્પેક્ટરે 50 કેસની મનાઇ કરતા વહીવટી આશંકા બની છે. મહેસાણા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને
 
બાળમજૂરી@મહેસાણા: મહિને 50થી વધુ તપાસ સામે ઇન્સ્પેક્ટરે કહ્યું ના થાય

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળમજૂરી સામે કાર્યવાહી કરતી ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. જેમાં દર મહિને 50થી વધુ સંખ્યામાં તપાસ કરવા સુચન થયું હોવાનું સામે આવ્યું છે. જેની સામે લેબર ઇન્સ્પેક્ટરને પૂછતા વિરોધાભાસ જોવા મળ્યો છે. મહિલા લેબર ઇન્સ્પેક્ટરે 50 કેસની મનાઇ કરતા વહીવટી આશંકા બની છે.

મહેસાણા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સની મિટિંગ મળી હતી. જેમાં બાળમજૂરી વિરોધી કામગીરી સંદર્ભે કારખાના, ફેક્ટરી, સંસ્થાઓ, દુકાનો સહિતના વેપારી સ્થળોએ તપાસ કરવા કહેવામાં આવ્યું હતું. દર મહિને 50થી વધુ તપાસની સુચના સામે અધિક કલેક્ટર અને લેબર ઇન્સ્પેક્ટરની વિરોધાભાસી વાત સામે આવી છે.

સમગ્ર બાબતે કોણે શું કહ્યું

અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, બાળમજૂરી વિરોધી ટાસ્ક ફોર્સ બાબતે દર મહિને 50થી વધુ સંખ્યામાં તપાસ કરવા સુચન કરવામાં આવ્યું છે. જો ન થાય તો અંગે પૂછતાં આગામી મિટિંગમાં રિવ્યૂ કરવાનું ઉમેર્યું હતું. જ્યા

આ તરફ મદદનીશ શ્રમ કમિશ્નર કચેરીના ભગોરાબેનને પૂછતાં તપાસનો કોઇ ટાર્ગેટ ન હોવાનું કહ્યું હતું. આ સાથે 50 કેસ ન થાય તેમ કહી વાત પૂર્ણ કરી હતી. બંને અધિકારીઓની વાત સાંભળ્યા બાદ વહીવટી સમજ અને તથ્ય સામે સવાલો ઉભા થયા છે.