આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના હસ્તે ખરોડ ગામે વિવિધ વિકાસ કામનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા. નાગરીક મંડળ તથા ગ્રામ વિકાસ મંડળ ખરોડ દ્વારા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણના કાર્યક્રમ યોજાયા હતા.મધ્યપ્રદેશના રાજ્યપાલએ પ્રાથમિક વિભાગનું મકાન,સ્માર્ટ ક્લાસ, રંગમંચ,અંતિમધામમાં નવીન રૂમ,પ્રતિક્ષાલય અને વાઇ-ફાઇ સીસ્ટમના લોકાર્પણો સહિત સ્વ અમૃતભાઇ શિવાભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ખરોડ ગામે ઉપસ્થિત મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે દરેક સમાજના વિકાસ માટે શિક્ષણ આવશ્યક છે.આજે સમાજમાં મોબાઇલના કારણે બદીઓ આવી છે.બાળકોને સંસ્કાર પરીવાર અને શાળા થકી મળે છે. પરીવારોએ બાળકો સાથે સંવાદ કરવો જરૂરી છે.
મધ્યપ્રદેશના રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકોએ પણ બાળકોને વાંચનાલયમાં વાંચન કરે તે દિશામાં કામ કરવું જોઇએ,ભાવી પેઢીના નિર્માણ માટે વાંચન જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે ભોપાલમાં એકી સાથે ૨,૩૩,૦૦૦ બાળકોને પઢો ભોપોલ કાર્યક્રમ કરાયો હતો.આ ઉપરાંત ગ્લોબલ વોર્મિગને દુર કરવા ૧૧૧૧ વિધાર્થીઓને ૩૦ શ્લોકો વૃક્ષ,ધરતી,જળના કંઠસ્થ કરી એક સાથે વૃક્ષારોપાણ કર્યું હતું. આ ઉપરાંત ૧૧ ઓગષ્ટથી ૧૬ ઓગષ્ટ દરમિયાન રાજભવન ખુલ્લો રાખી ૧ લાખ મુલાકાતીઓ મુલાકાત કરી હતી. આ તમામ વિશ્વ રેકોર્ડ બન્યા હતા. કાર્યક્રમમાં રાજ્યપાલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.રાજ્યપાલ દ્વારા દાતાઓ તેમજ ટ્રસ્ટ્રીઓનું સ્વાગત કરાયું હતું.
કાર્યક્રમમાં યુવાચાર્ય વિજય હરીકાન્ત સુરીશ્વરજી મહારાજે આશિર્વચન આપ્યા હતા.કાર્યક્રમમાં ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ અતિથી વિશેષઓ શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

01 Oct 2020, 3:04 AM (GMT)

COVID-19 Global Stats

34,236,104 Total Cases
1,019,956 Death Cases
25,479,381 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code