ચીનઃ કોરોના વાઇરસથી 2,663 ના મોત કુલ સંક્રમિત લોકોની સંખ્યા 77,658

અટલ સમાચાર, ડેસ્ક ચીનમાં આજે મંગળવારે કોરોના વાઈરસના વધુ 508 નવા કેસ નોંધાયા છે. બીજીબાજુ આ વાઈરસ વિશ્વના અન્ય દેશો માટે મોટો ભય બની રહ્યો હોય તેમ એશિયા, મધ્ય પૂર્વ તથા યુરોપના દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. ચીનમાં વધુ 71 લોકોના મોત થયા છે, જે પૈકી એકલા વુહાનમાં જ 68 લોકોના મોત થયા છે. આ
 
ચીનઃ કોરોના વાઇરસથી 2,663 ના મોત કુલ સંક્રમિત લોકોની સંખ્યા 77,658

અટલ સમાચાર, ડેસ્ક

ચીનમાં આજે મંગળવારે કોરોના વાઈરસના વધુ 508 નવા કેસ નોંધાયા છે. બીજીબાજુ આ વાઈરસ વિશ્વના અન્ય દેશો માટે મોટો ભય બની રહ્યો હોય તેમ એશિયા, મધ્ય પૂર્વ તથા યુરોપના દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. ચીનમાં વધુ 71 લોકોના મોત થયા છે, જે પૈકી એકલા વુહાનમાં જ 68 લોકોના મોત થયા છે. આ સાથે કોરોના વાઈરસને લીધે મૃત્યુ પામનારનો આંક 2,663 થયો છે જ્યારે આ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 77,658 થઈ છે. દક્ષિણ કોરિયામાં પણ વધુ 60 કેસ નોંધાતા વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 893 થઈ છે.

અન્ય દેશોની વાત કરીએ તો જાપાનમાં કોઈ નવો કેસ નોંધાયો નથી પણ ડાયમંડ પ્રિન્સિસ શિપ ચોથા મુસાફરનું મોત થયું છે. વોશિંગ્ટન અને સેઉલ કોરોનાના ભયની સ્થિતિને જોતા દક્ષિણ કોરિયા મિલિટરીમાંથી ઓછામાં 13 જેટલા કેસ સામે આવતા તાલીમ બાદ સૈનિકોને પાછા બોલાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા તરફથી સંભવિત ભય સામે દક્ષિણ કોરિયામાં અમેરિકા 28,000થી વધારે સૈનિકોનું એક લશ્કરી થાણુ ધરાવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટ્રમ્પે ટ્વિટ કરી અમેરિકા કોરોનાથી સુરક્ષિત હોવાનું કહ્યું

દરમિયાન ભારતના બે દિવસના પ્રવાસ પર રહેલા ટ્રમ્પે ટ્વિટ કરી જણાવ્યું હતું કે અમેરિકા કોરોના વાઈરસથી સંપૂર્ણ સુરક્ષિત છે, અને ગઈકાલે કોરોના વાઈરસની ચિંતાને લીધે શેરબજારમાં જે મોટો ઘટાડો થયો હતો તેમાં હવે મને સુધારો જોવા મળશે. અમેરિકામાં કોરોના વાઈરસ અંકૂશમાં છે. અમે દરેક વ્યક્તિ તથા તમામ સંબંધિત દેશોના સંપર્કમાં છીએ. CDC અને વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ દિશામાં સખત કામ કરી રહ્યું છે.