ચીને ખરેખર સળગાવી દીધા કોરોના વાયરસના 10,000 દર્દીના શબ? જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ચીનમાં કોરોના વાયરસથી દરેક સ્થળે અફરા તફરીનો માહોલ છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસથી માત્ર ચીનમાં જ એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે. સોમવારે ચીનમાં એક જ દિવસમાં 108 લોકોના કોરોનાવાયરસના કારણે મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનએ ભલે હજુ સુધી માત્ર 1,100 લોકોના મોતની જાણકારી દુનિયાને આપી
 
ચીને ખરેખર સળગાવી દીધા કોરોના વાયરસના 10,000 દર્દીના શબ? જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ચીનમાં કોરોના વાયરસથી દરેક સ્થળે અફરા તફરીનો માહોલ છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસથી માત્ર ચીનમાં જ એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે. સોમવારે ચીનમાં એક જ દિવસમાં 108 લોકોના કોરોનાવાયરસના કારણે મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનએ ભલે હજુ સુધી માત્ર 1,100 લોકોના મોતની જાણકારી દુનિયાને આપી છે પરંતુ આ આંકડો અનેકગણો વધારે હોઈ શકે છે. મૂળે, ચીનના વુહાન શહેરથી ડરાવનારી સેટેલાઇટ તસવીરો સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે ત્યાં આકાશમાં સલ્ફર ડાયોક્સાઇડની માત્રા ઘણી વધુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વુહાન ચીનનું એ શહેર છે જ્યાં કોરોનાવાયરસથી સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા છે. બ્રિટનની વેબસાઇટ ડેઇલી મેલ મુજબ, સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યું છે કે વુહાનનના આકાશમાં સલ્ફર ડાયોક્સાઇડની માત્રા 1350 માઇક્રોગ્રામ/ક્યૂબિક મીટર (µg/m3) છે. બ્રિટનમાં તો 500 µg/m3ના લેવલને ખૂબ ખતરનાક માનવામાં આવે છે. ચીનના બીજા શહેર બીજિંગ અને શંઘાઈમાં પણ સલ્ફર ડાયોક્સાઇડ ખતરનાક સ્તરે છે.

મોટી માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ બે કારણથી હોઈ શકે છે. શક્ય છે કે ત્યાં ભારે માત્રામાં મેડિકલ વેસ્ટને સળગાવી દેવામાં આવ્યા છે કે પછી ત્યાં માનવના શબ સળગાવી રહ્યા હોય. શબોને સળગાવવા દરમિયાન ભારે માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ ગેસ નીકળે છે. એવામાં એક અનુમાન મુજબ માત્ર વુહાન શહેરમાં 10 હજારથી વધુ લોકોના શબ સળગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે કોરોનાવાયરસના કારણે વુહાન શહેરને સમગ્રપણે લૉક ડાઉન કરી દેવામાં આવ્યું છે. અહીં લગભગ 10 લાખ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.