ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 43 કેસ સામે 18 દર્દી સાજા થયાં, પાટણમાં 50 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ બેફામ બન્યું હોય તેમ આજે મહેસાણા અને પાટણ જીલ્લામાં નવા 93 કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા જીલ્લામાં નવા 43 કેસ સામે 18 દર્દી સાજા થયા છે. આ સાથે પાટણ જીલ્લામાં નવા 50 કેસ સાથે કોરોના વિસ્ફોટ થયો છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ વચ્ચે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો
 
ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 43 કેસ સામે 18 દર્દી સાજા થયાં, પાટણમાં 50 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ બેફામ બન્યું હોય તેમ આજે મહેસાણા અને પાટણ જીલ્લામાં નવા 93 કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા જીલ્લામાં નવા 43 કેસ સામે 18 દર્દી સાજા થયા છે. આ સાથે પાટણ જીલ્લામાં નવા 50 કેસ સાથે કોરોના વિસ્ફોટ થયો છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ વચ્ચે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં 43 કેસ સામે 18 દર્દી સાજા થયાં

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 43 કેસ સામે 18 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 16 કેસ, વિસનગર શહેરમાં 7, ઊંઝામાં 3 કેસ અને કડીમાં 1 કેસ નોંધાયો છે. મહેસાણા તાલુકાના વિરતા, મેઉ, નાગલપુર, પાંચોટ(OG), દેદીયાસણ(OG)માં 1-1 કેસ અને બાલીયાસણમાં 2 કેસ, ઊંઝા તાલુકાના ભુણાવ, ઉનાવા અને મક્તુપુરમાં ‌1-1, વિસનગર તાલુકાના ભાન્ડુ અને કાંસા એનએ વિસ્તારમાં 1-1, કડીના દીગડીમાં 1, વિજાપુર તાલુકાના આનંદપુરા, રણાસણ અને હાથીપુરામાં 1-1 કેસ નોંધાયો છે.

પાટણ જીલ્લામાં 50 કેસ સાથે કોરોના વિસ્ફોટ

ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 43 કેસ સામે 18 દર્દી સાજા થયાં, પાટણમાં 50 પોઝિટીવ

પાટણ જીલ્લામાં આજે ફરી એકવાર નવા 50 કેસ સાથે કોરોના વિસ્ફોટ થયો છે. આજે પાટણ શહેરમાં એકસાથે 16, પાટણ તાલુકાના બાલીસણા, સંડેર અને ખાનપુરમાં 1-1 અને ધારપુર કેમ્પસમાં 3 કેસ, સિધ્ધપુર શહેરમાં 8, તાલુકાના ડુંગરીયાસનમાં 2 અને દેથળીમાં 1 કેસ સામે આવ્યો છે. આ સાથે ચાણસ્મા શહેરમાં 4, શેલાવી, મીઠીધારીયાલ, સેવાળા અને પલાસરમાં 1-1, રાધનપુર શહેરમાં 3, બંધવડમાં 1, શંખેશ્વરના ધનોરા અને લોલાડામાં 1-1, સાંતલપુર તાલુકાના વારાહી અને ફુલપુરામાં 1-1 અને હારીજના જાસ્કા ગામે 1 મળી જીલ્લામાં નવા 50 કેસ નોંધાયા છે.