આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

શંખેશ્વરની એન.એમ.શાહ આટર્સ & કોમર્સ કોલેજ શંખેશ્વરમાં વિવિધ ડે ની ઉજવણી અંતગર્ત કોલેજ કેમ્પસમાં વિધાર્થીઓએ પોતાના મિત્રોને ચોકલેટ આપી ચોકલેટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. સાથે-સાથે વિધાર્થીઓએ પોતાના મિત્રો તથા કોલેજના અધ્યાપકોને મિત્રતાના પ્રતિક સ્વરૂપ પીળું ગુલાબ આપી રોઝ ડેની ઉજવણી કરી હતી. તો બીજી તરફ વિધાર્થીઓ તરફથી વાનગી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રથમ સ્થાને ભટાડિયા રક્ષા, બીજા સ્થાને ચાવડા મંજુલા અને ત્રીજા સ્થાન વાઘેલા આશા,ખુડદિયા ગોપી અને સોલંકી વૈશાલીએ મેળવ્યુ હતુ. વિવિધ ડે ના પ્રસંગે કોલેજના સંચાલક ભવિનભાઇ ભોજક અને આચાર્ય ડો.રાજેશ ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા. આ ડે ના કન્વીનર નિરવકુમાર કંસારા,વિજયકુમાર પ્રજાપતિ અને કિરણબેન પ્રજાપતિ પણ હાજર રહયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code