ચોક્યાં@સમી: પરિવાર ખેતરે ગયોને તસ્કરો ત્રાટક્યાં, ધોળા દિવસે દાગીના સહિત 1.64 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, સમી સમી તાલુકાના ગામે ધોળા દિવસે રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે ગામમાં રહેતો પરિવાર સવારે ખેતરમાં ગયા બાદ બપોરના સમયે પરત આવતાં ઘરનું તાળું તુટેલું જોયુ હતુ. જેને લઇ પરિવારે તપાસ કરતાં ઘરના કબાટનો નકુચો તુટેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદમાં
 
ચોક્યાં@સમી: પરિવાર ખેતરે ગયોને તસ્કરો ત્રાટક્યાં, ધોળા દિવસે દાગીના સહિત 1.64 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી તાલુકાના ગામે ધોળા દિવસે રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે ગામમાં રહેતો પરિવાર સવારે ખેતરમાં ગયા બાદ બપોરના સમયે પરત આવતાં ઘરનું તાળું તુટેલું જોયુ હતુ. જેને લઇ પરિવારે તપાસ કરતાં ઘરના કબાટનો નકુચો તુટેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદમાં વધુ તપાસ કરતાં અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 1.64 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યુ હતુ. ઘટનાને લઇ પરિવારના મોભીએ અજાણ્યાં ઇસમો સામે સમી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના પાલીપુર ગામે ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. પાલીપુરના ભરવાડવાસમાં રહેતાં વસંતભાઇ નાગજીભાઇ ડોડ(નાડોદા) ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે સવારે તેઓ પરિવાર સાથે ખેતરમાં ગયા બાદ ફરીયાદીના પત્નિ સહિતના ઘરે આવ્યા હતા. જ્યાં ઘરમાં સામાન વેર-વિખેર પડ્યો હોઇ ચોંકી જઇ તપાસ કરતાં કબાટનો નકુચો તુટેલી હાલતમાં મળ્યો હતો. જ્યાં કબાટમાં તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરાયાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

ચોક્યાં@સમી: પરિવાર ખેતરે ગયોને તસ્કરો ત્રાટક્યાં, ધોળા દિવસે દાગીના સહિત 1.64 લાખની ચોરી
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અજાણ્યાં ઇસમોએ ધોળા દિવસે રહેણાંક મકાનને નિશાન બનાવતાં પંથકના રહીશોમાં ચોંકાવનારી સ્થિતિ બની છે. ગઇકાલે સવારે ગામના ખેડૂત પરિવારના ઘરે અજાણ્યાં ઇસમોએ કબાટનો નકુચો તોડી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ફરીયાદ મુજબ આરોપીઓ સોનાના દાગીના કિ.રૂ.1,50,000, ચાંદીના દાગીના કિ.રૂ.20,000 અને રોકડ રકમ રૂ.4,500 મળી કુલ કિ.રૂ.1,64,500ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ઘટનાને લઇ ખેડૂતે અજાણ્યાં ઇસમો સામે સમી પોલીસ મથકે આઇપીસી કલમ 454, 380 મુજબ ગુનો નોંધાવ્યો છે.