આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક 

પાણીમાં ખજુર નાખીને પીઓ, કારેલાનો રસ પીઓ, હરડે ખાવાનું શરૂ કરી દો દારૂની લત છોડાવવા માટે ખજૂર ખૂબ જ ગુણકારી છે, દરરોજ સવારે અને સાંજે પાણીમાં ખજૂર નાખીને પીવી જોઈએ. દરરોજ સવારે કારેલાનો રસ પીવાથી દારૂની લતમાંથી છૂટકારો મળે છે. સાથે જ કારેલા રસ પીવાથી દારૂના કારણે ખરાબ થઈ ગયેલી કિડની પણ રિકવર થઈ જાય છે. આ સિવાય દિવસમાં 3 વખત સફરજનનો રસ પીવો જોઈએ. આ ઉપચારો થકી દારૂની લત છોડાવવામાં મદદ મળશે. તમાકુ અને સિગારેટની લત છોડાવવા માટે 50 ગ્રામ અજમો, 50 ગ્રામ જીરું અને 25 ગ્રામ સંચળને ભેગું કરીને મિશ્રિત કરી લો. હવે તેમાં 4 લીંબુનો રસ મિશ્ર કરીને તેને આખી રાત રહેવા દો. આગામી સવારે તૈયાર થયેલી આ ચૂરણને ગરમ તવા પર થોડીવાર ગરમ કરો. હવે જે ચૂરણ તૈયાર થયું તેને એક બરણીમાં ભરી લો. પછી જ્યારે પણ સિગારેટ પીવાનું મન થાય ત્યારે આ ચૂરણને ખાવાની શરૂ કરી દો, જોતજોતામાં સિગારેટની લત છૂટી જશે. આ સિવાય જો સિગારેટની લત છોડાવી હોય તો હરડે ખાવાનું શરૂ કરો. હરડે ખાવાથી સિગારેટ પીવાની લત છૂટી જશે. મધના સેવનથી પણ સિગારેટની લત ઘરે બેઠા જ છોડી શકાય છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code