સિને જગતઃ સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ ‘Dil Bechara’ 24 જુલાઈ રિલીઝ થશે

અટલ સમાચાર, ડેસ્ક સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની. જેને મુકેશ છાબડાએ ડાયરેક્ટ કરી છે. સુશાંતની આ ખાસ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. 24 જુલાઈએ દેશભરમાં સુશાંતની છેલ્લી ફિલ્મને ડિજ્ની હોટસ્ટાર પર જોઈ શકાશે. ફિલ્મના ડાયરેક્ટરથી લઈને પ્રોડ્યૂસર અભિનેતાને પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે અને ફિલ્મની રિલીઝ પર ખુશી વ્યક્ત
 
સિને જગતઃ સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ ‘Dil Bechara’ 24 જુલાઈ રિલીઝ થશે

અટલ સમાચાર, ડેસ્ક

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની. જેને મુકેશ છાબડાએ ડાયરેક્ટ કરી છે. સુશાંતની આ ખાસ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. 24 જુલાઈએ દેશભરમાં સુશાંતની છેલ્લી ફિલ્મને ડિજ્ની હોટસ્ટાર પર જોઈ શકાશે. ફિલ્મના ડાયરેક્ટરથી લઈને પ્રોડ્યૂસર અભિનેતાને પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે અને ફિલ્મની રિલીઝ પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબડા પોતાની ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત છે. સુશાંતના ગયા બાદ તેમના માટે આ  પ્રોજેક્ટ વધુ ખાસ થઈ ગયો છે. તેઓ કહે છે કે- સુશાંત મારી ફિલ્મમાં માત્ર હીરો નહતો, પરંતુ મારો નજીકનો દોસ્ત  હતો. તે મારા સુખ-દુખમાં મારી સાથે રહેતો હતો. અમારો સંબંધ કાયપો છે ફિલ્મના સમયથી છે. સુશાંતે મને વચન આપ્યું હતું કે, તે મારી પ્રથમ ફિલ્મમાં કામ કરશે. અમે ઘણા પ્લાન બનાવ્યા હતા અને સપના જોયા હતા, પરંતુ ક્યારેય વિચાર્યુ નહતુ કે આ ફિલ્મ તેના વગર રિલીઝ કરીશ. આ ફિલ્મ બનાવવા સમયે તેણે ઘણો પ્રેમ દેખાડ્યો હતો, તો પ્રેમ અમને ફિલ્મ રિલીઝ કરવામાં મદદ કરી રહ્યો છે.

આ ફિલ્મને ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી રહી છે કે Walt Disney Companyના ચેરમેન ઉદય શંકરે પણ ખુશી વ્યક્ત કરી છે. તેઓ કહે છે- અમને ખુશી છે કે આ મહાન અભિનેતાના વારસાને જાળવી રાખવા માટે કંઇ કરી શકીએ છીએ. દિલ બેચારાને સીધી ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મને સબ્સક્રાઇબર અને નોન સબ્સક્રાઇબર બંન્ને જોઈ શકશે.

દિલ બેચારાની વાત કરીએ તો તે હોલીવુડ ફિલ્મ The Fault in our Stars ની રીમેક છે. ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘીને કાસ્ટ કરવામાં આવી છે. દિલ બેચારા દ્વારા તે બોલીવુડમાં પર્દાપણ કરી રહી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનો પણ કેમિયો જોવા મળશે. ફિલ્મની સાથે મ્યૂઝિક કંપોઝર એ આર રહેમાન અને અમિતાભ ભટ્ટાચાર્ય પણ જોડાયેલા છે. હવે સુશાંત આપણી વચ્ચે નથી એટલે ફેન્સ તેની આ છેલ્લી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે.