ચીનનું જે માર્કેટ કોરોનાનું એપિ સેન્ટર બન્યુ હતું, ત્યાંથી આવ્યા મોટા સમાચાર

અટલ સમાચાર, ડેસ્ક ચીને ફ્રોઝન ફૂડ પ્રોડક્ટના ટેસ્ટીંગને પણ તેજ કરી દીધું છે. હકીકતમાં, ચીન સતત એવો દાવો કરી રહ્યું છે કે, આયાત પ્રોડક્ટ અને તેમના પેકેજિંગ પર અનેકવાર કોરોના વાયરસ મળી આવ્યો છે. તેને પગલે શિનફાદી માર્કેટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત માર્કેટ સાથે જોડાયેલ લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
 
ચીનનું જે માર્કેટ કોરોનાનું એપિ સેન્ટર બન્યુ હતું, ત્યાંથી આવ્યા મોટા સમાચાર

અટલ સમાચાર, ડેસ્ક

ચીને ફ્રોઝન ફૂડ પ્રોડક્ટના ટેસ્ટીંગને પણ તેજ કરી દીધું છે. હકીકતમાં, ચીન સતત એવો દાવો કરી રહ્યું છે કે, આયાત પ્રોડક્ટ અને તેમના પેકેજિંગ પર અનેકવાર કોરોના વાયરસ મળી આવ્યો છે. તેને પગલે શિનફાદી માર્કેટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત માર્કેટ સાથે જોડાયેલ લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. સંક્રમણ ફેલાવાની આશંકાને જોતા ચીની અધિકારીઓએ શિનફાદી માર્કેટને સેનેટાઈઝ કરાવ્યું છે. તેમજ તમામ ઉત્પાદકોને નષ્ટ કરી દીધા છે. જોકે, અધિકારીઓનું કહેવુ છે કે, કોલ્ડ ચેન ફૂડ પ્રોડક્ટથી લોકોને સંક્રમિત થવાનું જોખમ બહુ જ ઓછું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચીની મીડિયા અનુસાર, કિંગદાતાઓ અને તિયાનજિન શહેરોમાં હાલના મહિનાઓમાં સામે આવેલ સંક્રમણના કિસ્સાઓમાં મુખ્ય રૂપથી એવા લોકો સામેલ રહ્યા, જેઓ કોઈને કોઈ રૂપથી આયાત કરવામાં આવેલ ફ્રોઝન ફૂડની હેન્ડલિંગ સાથે જોડાયેલા હતા. તો ચીનના એક અધિકારીએ જણાવ્યું કે, એક વિશેષ વાતાવરણમા કામ કરનારા શ્રમિક જેઓ કોરોના વાયરસ સંક્રમિત કોલ્ડ-ચેન ઉત્પાદકોના સંપર્કમાં વારંવાર આવતા હતા, વગર ઉચિત સુરક્ષાના સંક્રમિત થઈ શકે છે.