પરિપત્ર@મહેસાણાઃ નવા ડ્રાઈવરોને લાંબા રૂટની ડ્યુટી સામે મુસાફરોને જોખમ?

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા એસ.ટી. ડિવીઝન હેઠળ તાજેતરમાં અનેક નવીન ભરતીમાં ડ્રાઈવરો મુકાયા છે. એમ.ડી.ના પરિપત્ર મુજબ નવી ભરતીના ડ્રાઈવરોને એક્સપ્રેસ કે લાંબા રૂટમાં ફરજ નહી આપી લોકલ રૂટમાં મુકવા નિર્દેશ છે. જોકે, ડિવીઝનના 5થી વધુ ડેપોમાં નવા ડ્રાઈવરોને લાંબા રૂટમાં ફરજ અપાઈ રહી છે. જેનાથી પરિપત્રના હેતુ મુજબ એક્સપ્રેસ રૂટના મુસાફરો સામે જોખમ હોવાના
 
પરિપત્ર@મહેસાણાઃ નવા ડ્રાઈવરોને લાંબા રૂટની ડ્યુટી સામે મુસાફરોને જોખમ?

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા એસ.ટી. ડિવીઝન હેઠળ તાજેતરમાં અનેક નવીન ભરતીમાં ડ્રાઈવરો મુકાયા છે. એમ.ડી.ના પરિપત્ર મુજબ નવી ભરતીના ડ્રાઈવરોને એક્સપ્રેસ કે લાંબા રૂટમાં ફરજ નહી આપી લોકલ રૂટમાં મુકવા નિર્દેશ છે. જોકે, ડિવીઝનના 5થી વધુ ડેપોમાં નવા ડ્રાઈવરોને લાંબા રૂટમાં ફરજ અપાઈ રહી છે. જેનાથી પરિપત્રના હેતુ મુજબ એક્સપ્રેસ રૂટના મુસાફરો સામે જોખમ હોવાના સવાલો ઉભા થયા છે.

હારિજ અને પાટણ સહિતના ડેપોમાં કર્મચારીઓની ડ્યુટીને લઈ સવાલો ઉભા થયા છે. નવી ભરતીના ડ્રાઈવરોને એક્સપ્રેસ બસો ચલાવવા અપાઈ રહી છે. જેનાથી ડ્રાઈવર આલમમાં આંતરિક કચવાટ સામે મુસાફરોની સુરક્ષા બાબતે સંભાવના થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમના એમ.ડી. દ્વારા નવી ભરતીના ડ્રાઈવરો માટે ફરજ બાબતે નિર્દેશ કરવામાં આવેલો છે. જેમાં જે ડ્રાઈવરોએ ફરજના 5 વર્ષ પુરા કર્યા ન હોય તેઓને એક્સપ્રેસ રૂટમાં નહી મોકલવા.

મહેસાણા એસ.ટી. ડિવીઝનના વિવિધ ડેપો હેઠળ 20થી પણ વધુ નવી ભરતીના ડ્રાઈવરો એક્સપ્રેસ બસ દોડાવી રહ્યા છે. જેનાથી પરિપત્રના ઉલ્લંઘન સાથે-સાથે લાંબા રૂટની બસમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો બન્યા છે. સમગ્ર મામલે નવી ભરતીના ડ્રાઈવરોની બસમાં કમનસીબે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી સામે પણ ગંભીર સ્થિતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મહેસાણા ડીસી અને ડીટીઓનો સંપર્ક ન થયો

નવી ભરતીના ડ્રાઈવરોની ફરજ બાબતે મહેસાણા ડિવીઝન કંટ્રોલર અને ટ્રાફીક ઓફીસરનો સંપર્ક કરતા નંબર સ્વીચ ઓફ જણાયા હતા. જેનાથી પરિપત્રના અનુસરણ અંગે સવાલો અધ્ધરતાલ રહ્યા છે.