સહાયની તારીખ બાદ ચાણસ્મા તાલુકાનો પરિપત્રઃ 7-12ની નકલના રુ.5થી વધુ નહી

અટલ સમાચાર, પાટણ ચાણસ્મા તાલુકા પંચાયતમાં વિલંબિત ન્યાય મળ્યાનું ચિત્ર સામે આવ્યું છે. ખેડૂતોને અછતની સહાય માટે અરજીની તારીખ પૂર્ણ થયા બાદ તલાટીઓને સૂચના અપાઈ છે. ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારીએ તમામ તલાટીઓને જણાવ્યું છે કે, જમીનના ઉતારાની નકલ દિઠ રુ.5થી વધુ લેવામાં આવે નહી. આ માટે ગ્રામ પંચાયતના વીસી દ્વારા થતી કામગીરીમાં ઉતારાની નકલ બાબતે
 
સહાયની તારીખ બાદ ચાણસ્મા તાલુકાનો પરિપત્રઃ 7-12ની નકલના રુ.5થી વધુ નહી

અટલ સમાચાર, પાટણ

ચાણસ્મા તાલુકા પંચાયતમાં વિલંબિત ન્યાય મળ્યાનું ચિત્ર સામે આવ્યું છે. ખેડૂતોને અછતની સહાય માટે અરજીની તારીખ પૂર્ણ થયા બાદ તલાટીઓને સૂચના અપાઈ છે. ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારીએ તમામ તલાટીઓને જણાવ્યું છે કે, જમીનના ઉતારાની નકલ દિઠ રુ.5થી વધુ લેવામાં આવે નહી. આ માટે ગ્રામ પંચાયતના વીસી દ્વારા થતી કામગીરીમાં ઉતારાની નકલ બાબતે ધ્યાન રાખવા સૂચિત કર્યા છે.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા પંચાયત હેઠળના કામોમાં છેલ્લા કેટલાક દિવસો અગાઉ જમીનના 7-12 અને 8-અના ઉતારાની નકલ દિઠ રુ.10 ઉઘરાવવામાં આવતા હતા. આ અંગે તાલુકા સદસ્યએ સમગ્ર બાબતે તાલુકા-જિલ્લા પંચાયત અને છેક વિકાસ કમિશ્નરમાં ફરિયાદ કરી હતી. જેની અસર સહાયની અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ સામે આવી છે.

ચાણસ્મા તાલુકા પંચાયતે જાણે ખેડૂતોને વિલંબીત ન્યાય આપ્યો હોય તેમ તલાટી કમ મંત્રીને સૂચિત કર્યા છે. ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા અપાતી નકલમાં રુ.5થી વધુ લેવામાં આવે નહી. આ માટે તલાટીઓને જવાબદારી આપી હોય તેમ સમગ્ર બાબતે કાળજી રાખવા જણાવ્યું છે.