આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

મહેસાણા પાલિકાની ડમ્પિંગ સાઈટમાં આગ લાગવાના કારણો અંગે તપાસ ચાલુ હોવાની વાતો વચ્ચે નવીન બાબત સામે આવી છે. કોઈ રિક્ષાચાલક કચરાના કાગડો બાળી નાખવા આવ્યો હતો. જેમાં નેતાના લાગતા-વળગતા વ્યાપારીના હિસાબના કાગડો બાળવા જતાં આગને આમંત્રિત કર્યાનો ઘટસ્ફોટ પાલિકામાં થયો છે.

મહેસાણા શહેરમાં લાગેલી આગમાં બે નંબરી કામકાજનું સેટિંગ થયાનું ચિત્ર બની રહ્યું છે. રિક્ષામાં સ્થાનિક આગેવાન કે વેપારીના હિસાબ-કિતાબના કાગળો કચરા તરીકે લવાયા હતા. જેને રિક્ષાચાલક મારફત નાશ કરવા બાળવામાં આવ્યા હતા. આ દરમિયાન કાગડોની આગ સમગ્ર સાઈટમા ફેલાઈ ગઈ હતી. જેનાથી સાઈટ નજીકના વિસ્તારો ધુમાડાની ચપેટમાં આવતા અફડાતફડી મચી ગઇ હતી.

જેની જાણ હિસાબના કાગળ સંબંધિત ઈસમને થતાંં ફાયર ફાઇટરનો ખર્ચ ઉઠાવવા તૈયારી દર્શાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રીક્ષાવાળો કોના કહેવાથી કાગળો લઇ ડમ્પીંગ સાઇટ ઉપર ગયો હતો તેને લઇ પાલિકાએ ફરિયાદ અરજી નહીં આપતા શંકા વધુ ઘેરી બનતી જાય છે.

બોક્સ:  મહેસાણા નગરપાલિકાના કાગળ ઉપર ચાલતો વહીવટી જમીન ઉપર તદ્દન વિપરીત.

શોભાસણ રોડ ઉપરની પાલિકાની 70થી100 વીઘા જમીન આવેલી છે. જેમાં ડમ્પીંગ સાઇટનો કચરો 25થી30 વીઘામા આવેલો છે. ડમ્પીંગ એરીયામાં ફેલાયેલો કચરાના ઢગને વેસ્ટમાંથી બેસ્ટ કરવા ટ્રસ્ટને આપેલો છે. જોકે કચરામાં આવતા ભંગારનો વેપાર થઈ રહ્યાનો આક્ષેપ પાલિકાના નગરસેવક દ્વારા થઈ રહ્યો છે.

24 Oct 2020, 6:59 AM (GMT)

COVID-19 Global Stats

42,497,462 Total Cases
1,149,371 Death Cases
31,429,851 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code