અથડામણઃ પાકિસ્તાનના મંત્રીએ ‘ભારત પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી

અટલ સમાચાર, ડેસ્ક પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે ભારત વિરુદ્ધ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. ભારત સાથે તણાવને લઈ રશીદે સીધે-સીધો દાવો કર્યો કે, પાકિસ્તાને પોતાનું હથિયાર તૈયાર રાખ્યું છે, અને જો ભારત હુમલો કરશે તો પારંપરિક યુદ્ધ નહી થાય, સીધો પરમાણુ હુમલો થશે, જેમાં અસમ સુધી નિશાન
 
અથડામણઃ પાકિસ્તાનના મંત્રીએ ‘ભારત પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી

અટલ સમાચાર, ડેસ્ક

પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે ભારત વિરુદ્ધ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. ભારત સાથે તણાવને લઈ રશીદે સીધે-સીધો દાવો કર્યો કે, પાકિસ્તાને પોતાનું હથિયાર તૈયાર રાખ્યું છે, અને જો ભારત હુમલો કરશે તો પારંપરિક યુદ્ધ નહી થાય, સીધો પરમાણુ હુમલો થશે, જેમાં અસમ સુધી નિશાન બનાવવામાં આવી શકે છે. ઈમરાન ખાનના મંત્રીએ કહ્યું કે, અમારૂ હથિયાર મુસલમાનોની જિંદગી બચાવવા આસામ સુધી ટારગેટ કરી શકે છે. આવું પહેલી વખત નથી કે રશીદે આવું નિવેદન આપ્યું હોય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલા ગત વર્ષે પણ રશીદે કહ્યું હતું કે, ‘126 દિવસ ઘરણામાં સામેલ હતા, તે સમયે દેશની પરિસ્થિતિ અને સરહદી મામલો આવો ન હતો. આ સિરીયસ થ્રેટ છે, આ દેશને વધુ એક જંગ ખરાબ થઈ શકે છે. આ કન્વેશનલ આર્મ નહીં હોય. જે અકલના અંધા લોકો આ સમજી રહ્યા છે કે 4-6 દિવસ ટેન્ક, તોપો ચાલશે અથવા હવાઈ, એર એટેક થશે અથવા નેવીના ગોળા ચાલશે…નવમા દિવસે વિલ બી ઓટોમિક વોર. દિસ વિલ બી અ ક્લિયર કટ એટોમિક વોર, અને જે પ્રકારની જરૂરત હશે તે પ્રકારનો ઉપયોગ કરીશું.’

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન વૈશ્વિક રાજનીતિના સમિકરણો પર વાત કરતા રશીદે કહ્યું કે, આજે ચીન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન વિરુદ્ધ ઉભુ છે, જ્યારે પોતાના નવા મિત્ર નેપાળ, શ્રીલંકા, ઈરાન અને રશિયા સાથે નવા બ્લોક બનાવી રહ્યું છે. રશીદે કહ્યું કે, એવામાં પાકિસ્તાને ચીન સાથે ઉભુ રહેવું જોઈએ. વધુમાં રશીદે કહ્યું કે, જો પાકિસ્તાન પર ભારતે હુમલો કર્યો તો, કન્વેન્શન વોરની કોઈ વાત નહીં રહે. આ ખૂની અને અંતિમ જંગ હશે અને એટમી જંગ હશે. અમારૂ હથિયાર કેલક્યુલેટેડ, નાનુ, પરફેક્ટ અને નિશાના પર છે. આસામ સુધી ટાર્ગેટ કરી શકે છે. પાકિસ્તાન પાસે કન્વેન્શનલ જંગની ગુંજાઈશ ઓછી છે.