આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોનાકાળ વચ્ચે આજે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. બાલુન્દ્રા સહિતના વિસ્તારોમાં કમોમસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણએ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કોરોના સંક્રમણ સામે હવે આ કુદરતી આફત સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ સહિતના વિસ્તારોમાં આસમાની આફતને કારણે લોકોના જીવ અધ્ધર થયા છે. એકાએક ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. જો હજુ પણ કમોમસી વરસાદ પડે તો સૌથી વધારે નુકસાન કેરીના પાકને થશે. સાથે જ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને પણ નુકસાન થઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ વર્ષે મગફળી, તલ, મગ અને બાજરા સહિતની જણસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જોકે મગફળીના પાકને વરસાદથી ફાયદો થાય છે જ્યારે બાકીના તમામ ઉનાળુ પાકને નુકશાન થઈ શકે છે. આ સમયે માવઠું થાય તો પાછોતરા ઘઉં,વરીયાળી સહિતના પાકોને નુકશાન થવાનો ભય ઉભો થયો છે. બીજી બાજુ મિશ્ર ઋતુને કારણે છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ બિમારીઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો શરદી, ઉધરસ,તાવ જેવી બિમારીઓમાં સંપડાયેલા છે. હવામાનના પલટાને કારણે વાયરલ બિમારીઓ વધવાની આશંકા રહેલી છે.જેના કારણે કોરોનાના કેસોમાં પણ ઉછાળો આવી શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code