વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગ દ્રારા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ વચ્ચે આગામી 3 કલાક દરમ્યાન મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનીઆગાહી કરવામાં આવી છે. જેમાં 40-50 કિમિ પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતાં છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત , ડાંગ, તાપી, નવસારી, વલસાડ,
 
વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગ દ્રારા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ વચ્ચે આગામી 3 કલાક દરમ્યાન મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનીઆગાહી કરવામાં આવી છે. જેમાં 40-50 કિમિ પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતાં છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત , ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અને સૌરાષ્ટ્ર સહિત દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બુધવાર અને ગુરૂવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જયારે 30મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે અને દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો જેવા કે, સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મધ્યમાં આણંદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ તથા જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, પોરબંદર તથા દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.