બંધ@સતલાસણા: કેસ વધી જતાં ગંજબજારને અનિશ્ચિત મુદ્દત માટે તાળું

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) સતલાસણા તાલુકામાં કોરોના વાયરસના 6 કેસ પોઝિટીવ આવતા ગંજબજારને અનિશ્વિત મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતલાસણા માર્કેટયાર્ડમાં વેપારી અને ખેડૂતોને સુચના આપી દેવાઇ છે કે, તા.05.05.2020ને મંગળવારથી અચોક્કસ મુદત માટે માર્કેટયાર્ડ સદંતર બંધ રહેશે. આ સાથે માર્કેટયાર્ડમાં આવેલ પશુ આહાર તેમજ ખાતર બિયારણ કે અન્ય તમામ દુકાનો
 
બંધ@સતલાસણા: કેસ વધી જતાં ગંજબજારને અનિશ્ચિત મુદ્દત માટે તાળું

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

સતલાસણા તાલુકામાં કોરોના વાયરસના 6 કેસ પોઝિટીવ આવતા ગંજબજારને અનિશ્વિત મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતલાસણા માર્કેટયાર્ડમાં વેપારી અને ખેડૂતોને સુચના આપી દેવાઇ છે કે, તા.05.05.2020ને મંગળવારથી અચોક્કસ મુદત માટે માર્કેટયાર્ડ સદંતર બંધ રહેશે. આ સાથે માર્કેટયાર્ડમાં આવેલ પશુ આહાર તેમજ ખાતર બિયારણ કે અન્ય તમામ દુકાનો સહિત શાકમાર્કેટમાં આવેલ દુકાનો પણ અચોક્કસ મુદત માટે બંદ કરવાનો નિર્ણય લેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા પંથકમાં કોરોનાના 6 કેસ પોઝિટીવ આવ્યા છે. માર્કેટયાર્ડના ચેરમેન-સેક્રેટરી દ્રારા ખેડૂતોને સુચન કરવામાં આવ્યુ છે કે, 05.05.2020ને મંગળવારથી ગંજબજાર અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરવામાં આવ્યુ છે. આ સાથે ફરીથી વેપારી અને ખેડૂતોને જાણ કરવામાં ન આવે ત્યાં સુધી માર્કેટયાર્ડમાં કોઇપણ દુકાનદારે પ્રવેશ નહિ કરવા જણાવાયુ છે. જોકે આવતીકાલે સોમવારે કોઇ ખેડૂતને માલ લઇને નહિ આવવા પણ અપીલ કરવામાં આવી છે. આમ છતાં જો કોઇ ખેડૂતો માલ લઇને આવશે તો પરિસ્થિતિ મુજબ કામ કરવામાં આવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સતલાસણા તાલુકામાં કોરોના વાયરસના 6 કેસ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં સંક્રમિતોને શોધવા દોડધામ મચી છે. આ તરફ સતલાસણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્રારા અનિશ્વિત મુદ્દત માટે ગંજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે આજથી જ યાર્ડમાં હરાજી માટે લાવવાના માલની નોંધણી પણ બંદ કરવામાં આવી છે. કોરોનાને લઇ સાવચેતીના ભાગરૂપે લેવાયેલ આ નિર્ણયને સહકાર આપવા પણ ગંજ દ્રારા અપીલ કરવામાં આવી છે.