આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

લવિંગ આમતો ગમે તે સમયે લેવાય એવી ઓષધિ તરીકે ઓળખાય છે.પરંતુ તેનો ગુણ ગરમ હોવાના કારણે ગરમી કરતા ઠંડીમાં તેને લેવુ વધારે સારુ છે. લવિંગમાં ફોસ્ફરસ, પોટેશિયમ, પ્રોટીન, આયરન, સોડિયમ, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. લવિંગમાં વિટામીન એ અને સી ની સાથે જ મેગ્નેશિયમ અને ફાઇબર પણ રહેલ હોય છે. ઠંડીમાં લવિંગની ચા પીવાથી હેલ્થ સારી રહે છે.
લવિંગની ચા પીવાથી પાચનતંત્ર સંબંધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. લવિંગની ચા પાચનતંત્રને ઉત્તેજિત કરે છે અને એસિડીટીને ઓછી કરે છે. જમ્યા પહેલા લવિંગની ચા પીવાથી લાળની ઉત્પાદન પ્રક્રિયા ઉત્તેજિત થાય છે જે ભોજનને પચાવામાં મદદ કરે છે.
લવિંગની ચા દાંતના દુખાવાને દુર કરવામાં મદદ કરે છે. એમાં એંટીબેક્ટેરિયા ગુણ જોવા મળે છે. લવિંગનુ તેલ પણ દાંતના દુખાવામાં આરામ અપાવે છે. દુખાવાના સમયે જો એક લવિંગ મોં માં રાખી લો અને તે મુલાયમ થઇ જાય પછી તેને ધીરે ધીરે દબાવો તો દાંતનો દુખાવો ઓછો થઇ જશે. માથાના દુખાવા પર લવિંગનુ તેલ માથા પર લગાવાથી રાહત મળે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code