આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફ્લાવર શોનું ઉદ્ધાટન કરીને લોકો માટે ખુલ્લો મુક્યો છે.

૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલ ફ્લાવર શોમાં અલગ-અલગ પ્રકારના ફ્લાવર્સ જોવા મળશે. ઓર્કીડ, ઈંગ્લીશ ગુલાબ, કાર્નેશન તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલ જીરાફ, બટરફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમિંગો, મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી-પ્લેન, બુલેટ ટ્રેન, ગાંધીજી, ચરખો, ચશ્મા વગેરે જેવી કુલ ૫૦થી વધુ લાઈવ સ્કલપચર જોવા મળશે.


વર્ષ ૨૦૧૩થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પછી ફ્લાવર શોનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલાના વર્ષોમાં પર્યટકો આ ફલાવર શો વિનામુલ્યે નિહાળી શકતા હતા. પરંતુ આ વર્ષે ફ્લાવર શો જોવા માટે વ્યક્તિદીઠ ૧૦ રૂપિયાનો ચાર્જ વસુલાશે તેમ સ્થાનિકોમાં ચર્ચાઇ રહયુ છે.

27 Sep 2020, 4:40 AM (GMT)

COVID-19 Global Stats

33,058,423 Total Cases
998,745 Death Cases
24,409,745 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code