આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

ખડોસ ઝલો આંજણા સમાજ દ્વારા દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ખાતે તેજસ્વી તારલા, દાતાઓનું સન્માન તથા નવીન શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજનમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સમાજ, રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ માટે શિક્ષણની આવશ્યકતા છે. શિક્ષણમાં સમયની સાથે શિક્ષણકાર્ય થવુ જરૂરી છે. ટેકનોલોજી અને અધતન શિક્ષણ રોજગારીનું સર્જન કરે છે.
ખડોસ ઝલો આંજણા સમાજ દ્વારા દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ખાતે તેજસ્વી તારલા, દાતાઓનું સન્માન તથા નવીન શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી ચૌધરી સમાજ શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલનું ભુમિપૂજન કરી જિલ્લાને અનેરી ભેટ આપી છે.

ખડોસ ઝલો એ બનાસ અને સીપુ નદીના કાંઠે વસેલો ચૌધરી સમાજનો ગોળ છે. ખડોસ ઝલાના ગોળમાં આજુબાજુના ૨૧ ગોળનો સમાવેશ થાય છે. દશ હજારની વસ્તી ધરાવતો આ સમાજનો મુખ્ય વ્યવસ્યા ખેતી અને પશુપાલન છે.  ચોડુંગરી ગામે નવિન શૈક્ષણિક સંકુલો કાર્યરત થવાના છે. પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ અને તકનીકી શિક્ષણની સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરાયુ છે. ૧૭ વીઘા જમીનમાં નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલ માટે ૨ વિઘા જમીન દાતાશ્રીઓ દ્વારા દાન અપાયેલ છે. શૈક્ષણિક સંકુલો અંદાજે રૂ.૧૦ કરોડના ખર્ચે ઉભા કરવામાં આવનાર છે. જે માટે વિવિધ દાતાઓ દ્વારા દાનની સરવાણી વહી હતી. બનાસ ડેરીના ડિરેકટર પરથભીઇ ચૌધરી દ્વારા રૂ.૫૧ લાખનું દાન આપવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી હરીભાઇ ચૌધરી, જળસંપત્તિ મંત્રી પરબતભાઇ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચોધરી, ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ, બનાસ બેન્કના ચેરમેન એમ.એલ.ચૌધરી, પુર્વ ધારાસભ્ય વસંતભાઇ, અગ્રણી પી.જે ચૌધરી, શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, સમાજના અગ્રણીઓ, યુવાનો, યુવતીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code