File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના માંડલપુરમાં આવેલા મારુતિ સુઝુકી ગુજરાત પ્રાઈવેટ લિમિટેડના સ્વિફ્ટ મૅન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાના છે. જાન્યુઆરી 2019માં આ પ્લાન્ટ તો શરૂ થઈ ચૂક્યો છે. પ્લાન્ટ શરૂ થયા અંગે સુઝુકીએ પ્રેસને પણ જણાવ્યું હતું.
ખરેખર કાર્યરત ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં જ નાના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે. રૂપાણી અદાણી, પલોનજી, વેલ્સ્પુન, ટોરેન્ટ, બાલાજી અને જેસીબી વગેરે જેવા ગૃપ અગાઉથી જ કાર્યરત એવા પ્લાન્ટ, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને પ્રોજેક્ટમાં જ શરૂ થનારા નાના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે અને પ્રેસ કોન્ફરન્સમાં તો આખી કંપનીઓના ઉદ્ધાટન કરવાના હોય તેવી જાહેરાતો કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.

29 Sep 2020, 3:42 AM (GMT)

COVID-19 Global Stats

33,549,873 Total Cases
1,006,379 Death Cases
24,878,124 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code