કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી ઘ્વારા વૃ્ક્ષારોપણ કરાયુ
અટલ સમાચાર, ભગવાન રાયગોર કાંકરેજ તાલુકાના તાંણા મુકામે તાલુકા વિકાસ અધિકારી અને નાયબ કલેકટરમાં નિયુક્ત થયેલ કુસુમબેન પ્રજાપતિ (GAS) દ્વારા વુક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતુ. તાજેતરમાં રિટાયર્ડ થયેલ તાલુકા વિકાસ અધિકારીની યાદગીરી રૂપે તાંણા ગામના ચામુંડા માતાજીના મંદિરના પટાંગણમાં વૂક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. જેમાં કાંકરેજ મામલતદાર સજ્જનસિંહ ચૌહાણ,મદદનીશ ટીડીઓ અનિલભાઈ ત્રીવેદી, નાયબ મામલતદાર બાબુભાઈ જોષી,
Jan 11, 2019, 16:01 IST

અટલ સમાચાર, ભગવાન રાયગોર
કાંકરેજ તાલુકાના તાંણા મુકામે તાલુકા વિકાસ અધિકારી અને નાયબ કલેકટરમાં નિયુક્ત થયેલ કુસુમબેન પ્રજાપતિ (GAS) દ્વારા વુક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતુ. તાજેતરમાં રિટાયર્ડ થયેલ તાલુકા વિકાસ અધિકારીની યાદગીરી રૂપે તાંણા ગામના ચામુંડા માતાજીના મંદિરના પટાંગણમાં વૂક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. જેમાં કાંકરેજ મામલતદાર સજ્જનસિંહ ચૌહાણ,મદદનીશ ટીડીઓ અનિલભાઈ ત્રીવેદી, નાયબ મામલતદાર બાબુભાઈ જોષી, બનાસકાંઠા સહકારી આગેવાન અણદાભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ અને નિરંજન ઠકકર સહિતના ઉપસ્થિત રહયા હતા.