આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં ચાલતી શિક્ષણ સંસ્કારી સંસ્થા નચિકેતા ધામનું નવિન મકાન નિર્માણ પામતા ક્રાંતિકારી સંત સ્વામી નિજાનંદ બાપુ સાથે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં નચિકેતા સંવાદ કાર્યકમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વામી નિજાનંદ બાપુએ પોતાની જોશીલી વાણીમાં કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ માટે આપણે બધા નાગરિકો કર્મઠ અને જાગરૂક બનીએ જે દેશના લોકો આળસુ તથા પ્રમાદી હોય છે તે દેશ ગુલામ બની જાય છે. સાથે નચિકેતા ધામ હજારો સંસ્કારી નચિકેતા તૈયાર કરશે એવો મને વિશ્વાસ છે.

ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ કહ્યું કે હમેશા ધાર્મિક વ્યક્તિઓ એ જ ભારતીય સમાજનું નેતૃત્વ કર્યું છે દરેક ભારતીય પોતાનું કર્તવ્ય સમજીને પોતાની જવાબદારી સંભાળી લેતો સમાજનું કલ્યાણ થઈ જશે. આ પ્રસંગે નચિકેતા ધામ સંકુલના પ્રમુખ નટવરભાઈ પટેલે પધારેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ખૂબ જ સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને મહેમાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નચિકેતા સંસ્કારધામના પરિવારે કર્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code