કાંકરેજઃ તાંતિયાણામાં મકાનમાં આગથી ઘરવખરી બળીને ખાખ

ભગવાન રાયગોર, અટલ સમાચાર કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામના એક ખેડૂત ઉપર ગત રાત્રિએ મકાનમાં આગ લાગી હતી. દિકરાના લગ્ન પ્રસંગ હોઈ રોકડ, દાગીના, કપડાં સહિતનો મુદ્દામાલ ભસ્મીભૂત થતાં ખેડૂત માથે આભ ફાટી પડ્યું છે. આ પરિવાર પુત્રના લગ્નના આનંદમાં તૈયારીઓ કરી રહ્યો હતો ત્યાં જ આવી પડેલી મુસીબતથી રસ્તા પર આવી ગયો છે. આ બાબતની
 
કાંકરેજઃ તાંતિયાણામાં મકાનમાં આગથી ઘરવખરી બળીને ખાખ

ભગવાન રાયગોર, અટલ સમાચાર

કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામના એક ખેડૂત ઉપર ગત રાત્રિએ મકાનમાં આગ લાગી હતી. દિકરાના લગ્ન પ્રસંગ હોઈ રોકડ, દાગીના, કપડાં સહિતનો મુદ્દામાલ ભસ્મીભૂત થતાં ખેડૂત માથે આભ ફાટી પડ્યું છે. આ પરિવાર પુત્રના લગ્નના આનંદમાં તૈયારીઓ કરી રહ્યો હતો ત્યાં જ આવી પડેલી મુસીબતથી રસ્તા પર આવી ગયો છે. આ બાબતની જાણ આજુબાજુમાં થતાં દોડ ધામ મચી હતી.

કાંકરેજઃ તાંતિયાણામાં મકાનમાં આગથી ઘરવખરી બળીને ખાખ

પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામમાં ખેતરમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી. લાચાર બનેલા ઠાકોર છગાજી જેતાજીના મકાનમાં આકસ્મિક રીતે રાત્રે આગ લાગી હતી. આ આગમાં પુત્રના લગ્ન પ્રસંગને લઈ ઘરમાં રાખેલ 1 લાખ 40 હજાર રોકડ રકમ અને એમના દિકરાના લગ્ન હોવાથી ઘરમાં પડેલાં દર દાગીના, ઓઢમણા માટે લાવેલા નવા કપડાં, મોબાઇલ તેમજ અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. તાંતિયાણા ગામમાં વસવાટ કરતા ઠાકોર છગાજી જેતાજીને ખુબ જ મોટું નુકશાન થયું છે.

ખેડૂતના ઘરમાં લગ્ન ગાળો ચાલી રહ્યો હતો અને આ રહેઠાણ મકાનમાં લાગેલી આગથી લોકોએ ભેગા મળીને પાણી વડે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. ખેડૂતની કમાણી એક જ રાતમાં બળીને ખાખ થઈ ગઈ હતી. હવે ખેડૂત પોતાની વર્ષોની કમાણી આગમાં ખાખ થઈ જતાં સરકારની મદદ મળવાની આશા સેવી બેઠો છે.