આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ, (ભગવાન રાયગોર)

હોળી-ધુળેટી હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર ગણવામા આવે છે. આ દીવસે લોકો એક બીજાને રંગોથી રંગે છે અને યુવાનો અને બાળકો યુવતિઓ તો આ તહેવારને મનમુકીને મનાવે છે. ત્યારે કાંકરેજ તાલુકામા ઠેર ઠેર દરેક જગ્યાએ યુવાનો અને બાળકો દ્રારા ધુળેટી મનાવીને મજા માણી હતી. કાંકરેજ તાલુકાના ખારીયા સહીત દરેક ગામડે-ગામડે અને વહેપારી મથક થરા, મુખ્ય મથક શિહોરી ખાતે પણ યુવાનો અને બાળકો દ્રારા એક બીજાને રંગોથી રંગીને ધુળેટી તહેવારને મનાવતા જોવા મળ્યા હતા.
શિહોરી સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સાથે રંગોનું મિશ્રણ તૈયાર કરીને હોળીનું પર્વ નિમિત્તે ખજૂર ધાણી લોકોને એકબીજાને આપી રંગો લગાવી મનાવાઇ હતી. તો બીજી બાજુ શિહોરીના પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફના યુવાનો બાળકો અને યુવતીઓ સહીત અન્ય લોકો સાથે રંગો લગાવીને ઉજવણી કરવામા આવી હતી.

23 Sep 2020, 7:28 AM (GMT)

COVID-19 Global Stats

31,793,790 Total Cases
975,619 Death Cases
23,404,473 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code