કાંકરેજ@ટોટાણા: સંત સદારામબાપુના ભંડારામાં 1.25 કરોડનો ફાળો મળ્યો

અટલ સમાચાર (અહેવાલ-દશરથ ઠાકોર, ભગવાન રાયગોર) પ.પુ.સદારામબાપુએ સેવાધર્મને સર્વોપરી બનાવી 71 પેઢીઓ તારી છેઃ પુજય દિલીપદાસજી બાપુ જગન્નાથમંદીર બનાસકાંઠા જીલ્લાને સમગ્ર રાજ્ય અને દેશમાં સંતસમાજને ગૌરવ અપાવનાર અને વ્યસનમુકિત તેમજ સમાજસુધારણાનુ અનેરુ કાર્ય કરનાર શ્રધ્ધેય સંતશ્રી પ.પુજય સદારામબાપા તાજેતરમા બ્રહ્મલીન થતાં પરમ પુજય સંતશ્રી સદારામબાપા ટોટાણા આશ્રમના સંતશ્રી દાસબાપા તેમજ સમસ્ત ભકતગણ અને સંતશ્રી સદારામ
 
કાંકરેજ@ટોટાણા: સંત સદારામબાપુના ભંડારામાં 1.25 કરોડનો ફાળો મળ્યો

અટલ સમાચાર (અહેવાલ-દશરથ ઠાકોર, ભગવાન રાયગોર)

પ.પુ.સદારામબાપુએ સેવાધર્મને સર્વોપરી બનાવી 71 પેઢીઓ તારી છેઃ પુજય દિલીપદાસજી બાપુ જગન્નાથમંદીર

કાંકરેજ@ટોટાણા: સંત સદારામબાપુના ભંડારામાં 1.25 કરોડનો ફાળો મળ્યો

બનાસકાંઠા જીલ્લાને સમગ્ર રાજ્ય અને દેશમાં સંતસમાજને ગૌરવ અપાવનાર અને વ્યસનમુકિત તેમજ સમાજસુધારણાનુ અનેરુ કાર્ય કરનાર શ્રધ્ધેય સંતશ્રી પ.પુજય સદારામબાપા તાજેતરમા બ્રહ્મલીન થતાં પરમ પુજય સંતશ્રી સદારામબાપા ટોટાણા આશ્રમના સંતશ્રી દાસબાપા તેમજ સમસ્ત ભકતગણ અને સંતશ્રી સદારામ સેવા આશ્રમ માલસર વડોદરા તથા સંતશ્રી સદારામબાપા આશ્રમ જુનાગઢ દ્વારા આયોજીત સદારામબાપુનો ભંડારા મહોત્સવ ગુરુવારે યોજાયો હતો.જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી સંતો મહંતો અને રાજકીય અને સામાજીક અગ્રણીઓ અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતાં મિનિકુંભ જેવો માહોલ જોવા મળ્યો હતો. મહોત્સવના દર્શન કરી ભોજન લઇ ભાવિક ભકતોએ ધન્યતા અનુભવી હતી. ભંડારા મહોત્સવમાં 511 બોટલો રકત એક્ત્ર કરાયુ હતું.

કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે ગુરુવારે ટોટાણા આશ્રમના બ્રહ્મલીન પરમપુજય સંત અને જેમણે 2 લાખથી વધુ લોકોને વ્યસનમુકત કર્યો છે. અને સમાજસુધારણાનુ સૌથી મોટુ કાર્ય કર્યુ છે, તેવા ઓલિયા સંત પુરુષનો અવતાર જેમના જાપ, સ્મરણથી ઇશ્વરની અનુભુતિ થાય છે. તેમના આ કાર્યની નોંધ લઇ રાજય સરકારે આ કાર્યમાટે તેમને સૌથી અલભ્ય ગુજરાત ગૌરવ ગરીમા એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી સતત 15 દિવસ સુધી ગામને રોશનીથી શણગારાયુ હતુ. આશ્રમ ખાતે રામધુન, ભજન સંત્સગ, ડાયરા વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા.

ભંડારા મહોત્સવમાં જગદગુરુ રામાનંદ આશ્રમ રામાચાર્યજી મહારાજ, ભારતી આશ્રમ જુનાગઢ ભારતીબાપુ, જગન્નાથ મંદીર અમદાવાદ દિલીપદાસબાપુ, ભાણસાહેબ આશ્રમ જાનકીદાસબાપુ કમીજડા, દેવદરબાર જાગીર મઠ બળદેવનાથબાપુ, થરા ઝાઝાવડા વાળીનાથ મહાદેવ મહંત ધનશ્યામપુરીબાપુ, રામપુરા મઠ રુપપુરીમહારાજ, થળી મઠ જગદીશપુરી બાપુ, દુધરેજ વડવાળા ધામ કનીરામબાપુ, આસોદર મઠ રેવાપુરીબાપુ, નોરતા આશ્રમ દોલતરામબાપુ વગેરે સંતો મહંતો તેમજ ગુજરાતના રાજકીય અને સામજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.