આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠાના ડીસા શહેરમાં ગત બે દિવસથી ઠંડી વચ્ચે તાપણી કરતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ વિતેલા દિવસોમાં ડીસાનું તાપમાન 11.4 નોંધાયુ હતુ. 3 જાન્યુઆરીના રોજ 13 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ડીસામાં રાત્રિનું તાપમાન ઘટયું હતુ. સાથે-સાથે ઉત્તર ગુજરાતના તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 4 અને 5 ફેબ્રુઆરીના રોજ તાપમાનમાં વધારો થતાં ઠંડીનો ચમકારો સામાન્ય ઘટશે. સાથે 5 ફેબ્રુઆરીની સાંજથી તાપમાન સામાન્ય ઘટાડો થવાનો આશંકા હવામાન વિભાગ નોંધાઇ હતી. આ તરફ ડીસાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાતા દિવસ દરમિયાન ઠંડી હોવાનો ચમકારો પણ વધ્યો હતો જે અનુસંધાને ડીસાવાસીઓ ઠંડીથી બચવા પોતાના ઘર પાસે તાપણી કરી રહયા હોવાના દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા હતા. ચાલુ શિયાળાની ઋતુમાં સૌથી વધુ ઠંડીનો પ્રથમ વાર અનુભવ થતાં માર્ગો લોકોની અવરજવર પણ ઓછી જોવા મળી હતી. ઠંડીથી બચવા લોકો વહેલી સવારે અને મોડી સાંજ ઠેરઠેર તાપણી કરતા નજરે પડી રહ્યા છે ત્યારે બીજી તરફ ઠંડીના પગલે ચાની કીટલી અને લારીઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે.

19 Oct 2020, 3:49 AM (GMT)

COVID-19 Global Stats

40,416,513 Total Cases
1,120,021 Death Cases
30,172,981 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code