આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

સુરતના અગ્નિકાંડ બાદ રાજ્યભરની ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે બનાસકાંઠામાં ટયુશન સંચાલકોએ કલેક્ટર કચેરીના બગીચામાં ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા છે. ફાયર સેફ્ટીની NOC ન મળતા સંચાલકોએ બગીચામાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યા છે.

બનાસકાંઠામાં ટયુશન સંચાલકોને પાલિકા દ્વારા ફાયર સેફ્ટીની NOC ન મળતા છેવટે સંચાલકે કલેક્ટર કચેરીના બગીચામાં વિધાર્થીઓને ભણાવાનું શરૂ કર્યુ છે. સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી હોવાથી શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાનું દબાણ થઈ રહ્યુ છે. ત્યારે NOC ન મળતા વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડે છે. તંત્ર દ્વારા જ્યાં સુધી ફાયર NOC નહી આપવામાં આવે ત્યાં સુધી બગીચામાં ભણાવવાનો નિર્ણય સંચાલક દ્વારા લેવામાં આવ્યો છે.

Kiritbhai

સુરત અગ્નિકાંડને લઇ છેલ્લા બે દિવસ અગાઉ શહેરના ટ્યૂશન સંચાલકોએ ખાનગી ફાયર સેફ્ટીના સાધનનું વેચાણ કરતાં વેપારી પાસેથી ફાયર સેફ્ટીની તાલીમ મેળવી ફાયર સેફ્ટીના સાધનો વસાવાયા હતા. જોકે હવે શહેરની પાલિકા દ્વારા એનઓસી ન અપાતાં ટ્યુશન સંચાલકો પોતાના ટ્યૂશન ખોલી શક્યા નહોતા.

શહેરના વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધેલી હોવા છતાં ટ્યુશન ક્લાસિસ ખોલી ન શકતા વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેને લઈ એક સંચાલકે સોશિયલ મીડિયા દ્વારા પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. સંચાલકે સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા દ્વારા સમજી ન શકતા છેવટે ગુરુવારથી સંચાલકે શહેરમાં આવેલી કલેક્ટર કચેરીના બગીચામાં જ ટ્યુશન ક્લાસિસ શરૂ કરી દીધા હતા જેમાં ટ્યૂશન સંચાલકે આવેલા વિદ્યાર્થીઓને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code