મહેસાણા કલેક્ટર કચેરીના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા કલેક્ટર કચેરીમાં સોમવારે અચાનક બાથરૃમમાં લાશ જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. કમ્પાઉન્ડમાં કર્મચારીઓ અને રોજીંદા અરજદારો સહિતના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. હકીકતે જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીએ સવારે નોકરીએ આવ્યા બાદ બાથરૃમમાં જઈ બ્લેડ વડે ગળાની નશ કાપી આપઘાત કરી લીધો હતો. પોલીસે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ અંગત કારણ હોવાનું
 
મહેસાણા કલેક્ટર કચેરીના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા કલેક્ટર કચેરીમાં સોમવારે અચાનક બાથરૃમમાં લાશ જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. કમ્પાઉન્ડમાં કર્મચારીઓ અને રોજીંદા અરજદારો સહિતના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. હકીકતે જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીએ સવારે નોકરીએ આવ્યા બાદ બાથરૃમમાં જઈ બ્લેડ વડે ગળાની નશ કાપી આપઘાત કરી લીધો હતો. પોલીસે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ અંગત કારણ હોવાનું ધ્યાને આવ્યું છે.

મહેસાણા કલેક્ટર કચેરીમાં આવેલી જિલ્લા રોજગાર કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી નોકરી કરતા વાસુદેવ રાવલ સોમવારે ફરજ ઉપર આવ્યા હતા. આ દરમિયાન બાથરૃમમાં જઈ કોઈ કારણસર ગળા અને હાથ ઉપર બ્લેડના ઘા મારી આપઘાત કરી લીધો હતો. આ પછી કચેરીના કર્મચારીઓને બાથરૃમમાં લોહીથી લથપથ લાશ જોવા મળતા ઘડીભર ભાગદોડ મચી ગઈ હતી. જોતજોતામાં વિવિધ કચેરીના કર્મચારીઓ દોડી આવ્યા હતા. આ દરમિયાન 108 મેડિકલ વાન બોલાવતા ર્ડાક્ટરે મૃત થઈ ગયાનું જાહેર કર્યું હતું. મહેસાણા એડીવીઝન પોલીસ દોડી આવી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા જિલ્લાના વાસુદેવ રાવલ નામના સરેરાશ 45 થી 50 વર્ષના કર્મચારીએ આપઘાત અગાઉ એક ચિઠ્ઠીમાં અંગત કારણોસર મોત પસંદ કરતા હોવાનું લખાણ મળ્યું હતું. આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર ન હોવાનું લખ્યું છે. જોકે પોલીસે ઘટનાના મૂળ પાછળ જવા આગળની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ બનાવી દીધી છે.