મધ્યપ્રદેશમા મુખ્યમંત્રી તરીકે કમલનાથે શપથ ગ્રહણ કરતાની સાથે જ તાત્કાલિક તેમણે પોતાનો દેવામાફી વાયદો પુરો કરી બતાવ્યો છે. તેમણે ખેડૂતોના દેવામાફીની ફાઇલ પર હસ્તાક્ષર કરી 2 લાખ સુધીના દેવા માફ કર્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં વાયદાઓ કર્યા હતા જેમાં સૌથી મહત્વનો વાયદો ખેડૂતોની દેવામાફીનો હતો. જે પુરો કરી બતાવ્યો છે.
છત્તીસગઢ સરકારે ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાનો નિર્ણય લીધો અને રાજ્યના 16 લાખથી વધુ ખેડૂતોનુ દેવુ માફ કરવામા આવ્યું છે. એટલુ જ નહીં અનાજનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય પણ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યુ છે.