આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

અંબાજી ગ્રામ પંચાયતના સરપંચને અગાઉ જિલ્લા વિકાસ અધિકારીએ રોડ કૌંભાંડ મામલે સસ્પેન્ડ કર્યા હતા. જેના વિરોધમાં સરપંચે વિકાસ કમિશ્નરમાં અપીલ કરતા ગામમાં રાજકીય વળાંક આવ્યો છે. ડીડીઓના હૂકમને રદ્દ કરતા રામઅવતાર સરપંચ તરીકે પુનઃ સ્થાપીત થયા છે. જેથી ઈન્ચાર્જ સરપંચ ટૂંકાગાળા પુરતા સાબિત થયા છે. વિકાસ કમિશ્નરના આદેશને પગલે સરપંચ સામેનો કેસ ફરી તપાસ થશે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની અંબાજી ગ્રામ પંચાયતમાં ફરીએકવાર રાજકીય ખળભળાટ મચી ગયો છે. તત્કાલીન સરપંચ રામઅવતાર અગ્રવાલને રોડ કૌંભાડ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા. જેથી સરપંચનો ચાર્જ ઉપસરપંચ કલ્પનાબેનને સોંપાયો હતો. આ તરફ સસ્પેન્ડેડ સરપંચે ડીડીઓના હૂકમ વિરુદ્ધ વિકાસ કમિશ્નરમાં રજૂઆત કરી હતી. જેથી કેસ અંગે વિકાસ કમિશ્નરે ડીડીઓનો હૂકમ રદ્દ કરતા રામઅવતાર ફરી એકવાર સરપંચ પદે આવ્યા છે.

Advertising

સૂત્રોએ જણાવ્યુ હતું કે, અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ છેલ્લા કેટલાક સમયથી તપાસ અને કેસનો સામનો કરી રહ્યા છે. જેમાં રાજ્યકક્ષાએથી રાજકીય રાહત મળતા જોગાનુજોગ ભાદરવી પૂનમના મેળા દરમિયાન સરપંચ ઉપર જાણે માતાજીની કૃપા થઈ હોય તેમ સત્તા પર પુનઃ સ્થાપિત થયા છે. ઉલ્લેખનીય છે કે, ગણતરીના કલાકો પહેલા જ અંબાજી ગ્રામ પંચાયતને ગંદકી બાબતે નોટીસ પાઠવી હોઈ સરપંચ રામઅવતાર માટે વહિવટીતંત્રના સૂચનો, નિયમો અને આદેશોનું પાલન કપરી પરિક્ષા સાબિત થાય તો નવાઈ નહી !

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code