આદેશ@મહેસાણા: લોકડાઉન વખતે સેવામાં ટોળાં કેમ, કલેક્ટરની નવી સુચના

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસને લઇ અનેક જગ્યાઓએ લૉકડાઉનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણામાં હાલમાં સેવાના નામે લોકોના ટોળા ભેગા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ માટે કલેક્ટર એચ કે પટેલે આદેશ આપ્યા છે કે, જો આ રીતે લોકો ભેગા થશે તો તેમના પાસ રદ્દ કરવામાં આવશે. મહેસાણા શહેરમાં 6 પોઈન્ટ
 
આદેશ@મહેસાણા: લોકડાઉન વખતે સેવામાં ટોળાં કેમ, કલેક્ટરની નવી સુચના

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ અનેક જગ્યાઓએ લૉકડાઉનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણામાં હાલમાં સેવાના નામે લોકોના ટોળા ભેગા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ માટે કલેક્ટર એચ કે પટેલે આદેશ આપ્યા છે કે, જો આ રીતે લોકો ભેગા થશે તો તેમના પાસ રદ્દ કરવામાં આવશે. મહેસાણા શહેરમાં 6 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. અહીં જ કિટ્સ પહોંચાડી શકાશે. જો કોઈ કારણ વિના ભેગા થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં નિયત કરાયેલા પોઇન્ટ ઉપર સેવાભાવી સંસ્થાઓએ ભોજન કે કરિયાણાની કિટ્સ પહોંચાડવાની રહેશે. આ માટે કોઈએ ભેગા થવાની જરૂર નથી. સરકારી અધિકારી અને તેમની ટીમ ફૂડનું વિતરણ કરશે. સેવાના નામે ટોળા ભેગા કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને પાસ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોઈ લૉકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કાર્યવાહી પણ કરી શકાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હવે સેવા ભાવિ સંસ્થાના 4 થી 5 લોકોને જ પાસ આપવામાં આવશે. પાસ સિવાયના વ્યક્તિઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરાશે. તેઓએ આ પાસનો ઉપયોગ સરકારે નક્કી કરેલા ફૂડ કેન્દ્ર સુધી ફૂડ પહોંચાડવા જ કરવાનો રહેશે. આમ કલેક્ટર એચ કે પટેલે આદેશ આપ્યા છે.