આદેશ@પાલનપુર: 19 લાખની ચોરી સામે બેદરકારી બદલ PSI સસ્પેન્ડ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) પાલનપુર શહેરમાં બે એટીએમ તોડી 19 લાખથી વધુની ચોરી સામે પોલીસ હરકતમાં આવી છે. ઉપલા અધિકારીને અજાણ રાખવાની બેદરકારી બદલ PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટીએમ કલેક્ટર બંગલાથી એકદમ નજીક આવેલા છે. બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમા બે એટીએમ તોડી 19 લાખથી વધુ રકમની ચોરી થઈ હતી. એટીએમ ચોર પકડાય
 
આદેશ@પાલનપુર: 19 લાખની ચોરી સામે બેદરકારી બદલ PSI સસ્પેન્ડ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

પાલનપુર શહેરમાં બે એટીએમ તોડી 19 લાખથી વધુની ચોરી સામે પોલીસ હરકતમાં આવી છે. ઉપલા અધિકારીને અજાણ રાખવાની બેદરકારી બદલ PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટીએમ કલેક્ટર બંગલાથી એકદમ નજીક આવેલા છે.

બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમા બે એટીએમ તોડી 19 લાખથી વધુ રકમની ચોરી થઈ હતી. એટીએમ ચોર પકડાય તે પહેલાં પોલીસે વહીવટી નિર્ણય લેતાં ખળભળાટ મચી ગયો છે. એટીએમ તોડી થયેલ ચોરી મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકના PSI ને સસ્પેન્ડ કર્યા છે.

પોલીસ વિભાગે ATM ચોરી સામે ઉચ્ચ અધિકારીને જાણ નહિ કરતા PSI બી. સી. છત્રાલિયા સામે કાર્યવાહી કરી છે. ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, એટીએમ કલેક્ટર બંગલાથી સરેરાશ 500મીટર દૂર હોવાં છતાં મોટી ચોરી થઈ હતી.