સરાહનિય@ચાણસ્મા: પલાસર કોલેજમાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્રારા વૃક્ષારોપણ, 400થી વધુ છોડનું વાવેતર

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના કહેર વચ્ચે ગત દિવસોએ રાજ્યમાં ઓક્સિજનની ઘટ સર્જાઇ હોઇ કેટલાંક અંશે નાગરિકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાયુ છે. આજે ચાણસ્મા તાલુકાના પલાસર સ્થિત પી.આર.પટેલ આર્ટસ કોલેજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન પટેલ અને વનવિભાગના સહયોગથી અંદાજીત 400થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
સરાહનિય@ચાણસ્મા: પલાસર કોલેજમાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્રારા વૃક્ષારોપણ, 400થી વધુ છોડનું વાવેતર

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના કહેર વચ્ચે ગત દિવસોએ રાજ્યમાં ઓક્સિજનની ઘટ સર્જાઇ હોઇ કેટલાંક અંશે નાગરિકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાયુ છે. આજે ચાણસ્મા તાલુકાના પલાસર સ્થિત પી.આર.પટેલ આર્ટસ કોલેજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન પટેલ અને વનવિભાગના સહયોગથી અંદાજીત 400થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના શાંત અને રમણિય વિસ્તારમાં આવેલ પલાસર મધ્યે પી.આર.પટેલ આર્ટસ કોલેજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. પી.આર.પટેલ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન પટેલ અને વનવિભાગના સહીયારા સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટના ઉપપ્રમુખ અશોકભાઇ પટેલ, પ્રોફેસર વિષ્ણુભાઇ પટેલ, પ્રોફેસર અશોકભાઇ પટેલ, પ્રોફેસર મમતાબેન અને કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

સરાહનિય@ચાણસ્મા: પલાસર કોલેજમાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્રારા વૃક્ષારોપણ, 400થી વધુ છોડનું વાવેતર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં ઓક્સિજનની ઘટ સર્જાઇ હોઇ નાગરીકોમાં વૃ્ક્ષારોપણની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે માટે અનેક જગ્યાએ આવા કાર્યક્રમો યોજાતા હોય છે. પલાસર સ્થિત પી.આર.પટેલ આર્ટસ કોલેજ શાંત અને રમણિય વિસ્તારમાં હોઇ આજે કોલેજ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે. કોલેજના પ્રોફેસર અશોકભાઇ પટેલે જણાવ્યું હતુ કે, 700થી વધુ છોડ લાવ્યા હોઇ હાલ 400થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યુ છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો