સરાહનિય@માલપુર: પક્ષીને બચાવવા જતાં મોતને ભેટેલા યુવકના પરિવારને 1 લાખની સહાય

અટલ સમાચાર ડોટ કોમ, માલપુર કોરોના કહેર વચ્ચે ગત દિવસોએ માલપુરમાં પક્ષીને બચાવવા જતાં વીજકરંટ લાગતાં જીવદયા પ્રેમી યુવકનું મોત થયુ હતુ. જે બાદમાં જીવદયાપ્રેમીઓમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. આ તરફ સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરિવાર દ્રારા આ યુવકના મોત બાદ પરિવારને મદદરૂપ થવા ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયુ હતુ. જે બાદમાં ગઇકાલે સંવેદના
 
સરાહનિય@માલપુર: પક્ષીને બચાવવા જતાં મોતને ભેટેલા યુવકના પરિવારને 1 લાખની સહાય

અટલ સમાચાર ડોટ કોમ, માલપુર

કોરોના કહેર વચ્ચે ગત દિવસોએ માલપુરમાં પક્ષીને બચાવવા જતાં વીજકરંટ લાગતાં જીવદયા પ્રેમી યુવકનું મોત થયુ હતુ. જે બાદમાં જીવદયાપ્રેમીઓમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. આ તરફ સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરિવાર દ્રારા આ યુવકના મોત બાદ પરિવારને મદદરૂપ થવા ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયુ હતુ. જે બાદમાં ગઇકાલે સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરિવારના સભ્યો દ્રારા યુવકના પરિવારને રૂ.01,00,001નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના માલપુરમાં ગત દિવસોએ વીજપોલ પર એક પક્ષી ફસાયુ હતુ. જેથી સ્થાનિક જીવદયા પ્રેમી દીલીપભાઇ તેને બચાવવા વીજપોલ પર ચડ્યા હોઇ જ્યાં કરંટ લાગતાં તેઓ નીચે પટકાતાં તેમનું મોત થયુ હતુ. આ તરફ નવયુવાનના મોતને લઇ પરિવાર અને જીવદયાપ્રેમીઓમાં શોકનો માહોલ સર્જાયો હતો. શાકભાજીની લારી ચલાવતાં દિલીપભાઈને સંતાનમાં ત્રણ બાળકોમાં બે પુત્ર તેમજ એક પુત્રી છે. આ ઘટના બાદ તેમના પરિવારને મદદરૂપ થવા અનેક સંગઠનો આગળ આવ્યા હતા. જોકે સંવેદના અબોલ જીવોનછ ન્યુઝ પરિવાર દ્રારા પણ આ પરિવારના લાભાર્થે ફંડ એકત્ર કરવાની ઝુંબેશ ઉપાડી ગઇકાલે તેમને સહાયરૂપે ચેક અર્પણ કરાયો હતો.

સરાહનિય@માલપુર: પક્ષીને બચાવવા જતાં મોતને ભેટેલા યુવકના પરિવારને 1 લાખની સહાય

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મૃતક દિલીપભાઇ ઘરમાં કમાનાર એક જ સભ્યો હોઇ તેમના પરિવારને મદદરૂપ થવા સંગઠનો આગળ આવ્યા છે. આ તરફ તેમના પરિવારને મદદરૂપ થવા 11 જૂનથી સંવેદના ન્યુઝ પરિવારની સમગ્ર ગુજરાતની ટીમ દ્વારા ફંડ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે બાદમાં ગઇકાલે 21 જૂન 2021ના રોજ એક લાખ અને એક રૂપિયાનો ચેક દિલીપભાઈના પરિવારનો અર્પણ કરવામાં આવ્યો હતો.

સરાહનિય@માલપુર: પક્ષીને બચાવવા જતાં મોતને ભેટેલા યુવકના પરિવારને 1 લાખની સહાય

આ સાથે બે મહિનાની કીટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંવેદના અબોલ જીવોની ન્યુઝના તંત્રી સેન્જલભાઈ મહેતા, મહેસાણા જિલ્લાના બ્યુરો ચીફ મયંકભાઈ નાયક, રાહુલભાઈ પંચાલ, મહેસાણાના મનમિતસિંગ અરોરા તેમજ દીપાભાઈ દરબારે સ્વર્ગીય દિલીપભાઈના પરિવારની મુલાકાત લીધી હતી. આ સાથે માલપુરના મયુરભાઈ દરજીનો પણ સાથ સહકાર મળ્યો હતો.

સરાહનિય@માલપુર: પક્ષીને બચાવવા જતાં મોતને ભેટેલા યુવકના પરિવારને 1 લાખની સહાય