આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (દૂધસાગર ડેરી) ઉત્તર ગુજરાતના હજારો ગામડાં ને સન્માન પૂર્વકનો રોજગાર તથા સ્ત્રી સશક્તિકરણ સાથે આત્મનિર્ભર ભારત ના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે. એક સહકારી સંસ્થા પ્રજાની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ હોય તેની સાથે જ્યારે વર્તમાન સદી માં આવી પડેલી સૌથી મોટી અને અકલ્પનીય CORONA મુસીબત સમયે પોતાના વિસ્તારના નાગરિકો સાથે અડીખમ ઉભી રહે તેવી સરાહનીય ભૂમિકા અત્યારે દૂધસાગર ડેરી નું પ્રશાસન સંભાળી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

COVIDની આ મહામારી ગામડાઓમાં પ્રસરતી રોકવા અત્યારે કેન્દ્રથી લઇને તમામ રાજ્ય સરકારો ચિંતિત છે. આ તરફ આઝાદીના સમયથી જ ગામડાઓ સાથે આત્મીય ભાવથી જોડાયેલી દૂધસાગર જેવી સંસ્થાઓ આ દિશામાં પરિણામ લક્ષી કાર્યો કરી રહી છે. આ તરફ મહામારીને માત કરવામાં દૂધસાગર પરિવાર રાષ્ટ્રને સૌથી વધુ મદદરૂપ બની શકશે તેવા વિચારો ડેરીના યુવા ચેરમેન અશોકભાઇ ચૌધરી વ્યક્ત કર્યો છે .જેને લઇ આ વિચારોને તમામ મોરચે સાચા અને શુભ સાબિત કરવા દૂધસાગર ડેરીના હજારો કર્મચારીઓ વહેલી સવારથી જ કામે લાગી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દૂધસાગર ડેરી સાથે સંકળાયેલી 1400 ગામડાઓની દૂધ મંડળીઓ ઉપરાંત વિવિધ શીતકેન્દ્રો અને અન્ય ઉત્પાદન સ્થળો ઉપર એક સાથે આર્યુવેદિક ઉકાળાના વિતરણમાં લાગી ગયા હતા. જેથી અંદાજે 6 લાખ લોકોએ ઉકાળાનો લાભ લઇને પોતાની રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટેની જાગૃતિ બતાવી એક નવો કિર્તીમાન સાબિત કર્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code