આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણાથી મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા ઘર એ જ પાઠશાળા એપ્લીકેશન તૈયાર કરી છે. જિલ્લાના ધોરણ 03 થી 08ના બાળકો માટે ખુબજ ઉપયોગી એપ્લીકેશન આજે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ લોન્ચ કરાઇ હતીકોરોના વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે જિલ્લામાં લોકડાઉન છે. આ સમયે વિધાર્થીઓ આનંદ સાથે અભ્યાસ કરી શકે તે માટે મહેસાણા જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષક રવિ પટેલ અને ડો.મિહીર સોલંકી દ્વારા એપ્લીકેશન તૈયાર કરાઇ છે. આ એપ્લીકેશનમાં બાળકોએ કરેલ અભ્યાસ સારી રીતે કરી શકે તે માટે વિગતવાર પ્રશ્નો પણ મુકવામાં આવેલ છે. આ એપ્લીકેશનથી બાળકો આનંદ સાથે પોતાનું સ્વમુલ્યાંકન કરી શકે છે. આ ઉપરાંત બાળકો જાતે પોતાનું પરીણામ જાણી અને ઘર બેઠા ઓનલાઇન ગેમ રમી શકે તે માટે નવતર પ્રયોગ રાજ્યમાં સૌ પ્રથમ મહેસાણા જિલ્લામાં કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ એપ્લીકેશન પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.જેમાં પ્લે સ્ટોર પરથી https://play.google.com /store/apps/details id=appinventor.ai_Mihir181087.Diet_Meh અને ગુગલ પ્લે પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. રાજ્ય સરકારના માર્ગદર્શનથી લોકડાઉનના સમયમાં વિધાર્થીઓને સ્ટડી ફોર હોમ્સ અને જી,સી.આર.ટી ગાંધીનગર દ્વારા પરીવારનો માળો સલામત અને સલામત હુંફાળો કાર્યક્રમ ચાલી રહ્યો છે.જેમાં ધોરણ ૦૩ થી ૦૮ વિધાર્થીઓને અભ્યાસ લક્ષી સાહિત્ય પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આ એપ્લીકેશનમાં પણ આ પીડીએફ સાહિત્યનો સમાવેશ કરવામાં આવેલ છે.

મહેસાણા જિલ્લામાં આ એપ્લીકેશન લોન્ચ થવાથી જિલ્લાના ધોરણ 03 થી 08ના 01.80 લાખ વિધાર્થીઓને તકનીકીનો સીધો લાભ મળનાર છે.જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ હશે તે વાલીઓ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમના સંતાનને ઘર એ જ પાઠશાળા દ્વારા શિક્ષણ સાથે જ્ઞાન અને આનંદ આપી શકશે. આ એપ્લીકેશન ગુજરાત સરકારની પ્રેરણાથી સમગ્ર શિક્ષા,ગાંધીનગર દ્વારા “Study From Home” અને Gcert, ગાંધીનગર દ્વારા”પરિવારનો માળો, સલામત અને હૂંફાળો” કાર્યક્રમ ચાલી રહ્યો છે જે કાર્યક્રમોનું તમામ સાહિત્ય એક જ જગ્યાએથી સરળતાથી એક જ માધ્યમથી આ એપ્લિકેશનની મદદથી મળી રહેશે.

આ કાર્યક્રમ અંતર્ગત રોજે રોજની PDF અપડેટ અહીંથી મળી રહેશે. Study From Home કાર્યક્રમમાં આવતા સાહિત્યનો બાળકોએ કરેલ અભ્યાસના દૃઢીકરણ માટેની ધોરણ અને Week વાર Quiz આ એપ્લિકેશનમાં મુકવામાં આવી છે જેથી બાળકો આનંદ સાથે પોતાનું સ્વ મૂલ્યાંકન કરી શકશે અને પોતાને મળેલ સ્કોર જાણી શકશે.સાથે સાથે સાચા પડેલા પ્રશ્નો અને ખોટા પડેલા પ્રશ્નો સાથે તેના સાચા જવાબો જાણી શકશે. બાળકો ઘરે બેસી ઓનલાઈન ગેમ રમી શકે તેવી ગણિતની અને અન્ય રમતો સમાવેશ કરેલ છે..

ધોરણ-3 થી 8ના બાળકો ઘરે બેસી સરળતાથી દરેક વિષયનો મહાવરો કરી શકે તે માટે ગૃહકાર્ય વિભાગ આપવામાં આવ્યો છે .જેમાં અલગ અલગ વિષયનું ઓનલાઈન ગૃહકાર્ય રોજેરોજ અપડેટ કરવામાં આવે છે. આ ઉપરાંત આ વર્ષે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો વિધાર્થીઓને ઘરેથી લખવાની સુચના આપેલ છે. આ પ્રશ્નપત્રો વિધાર્થીઓ પોતાની રીતે મૌખિક રીતે લખે તે માટેની સુચના જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા આપેલ છે. મહેસાણા જિલ્લામાં આ કામગીરી અસરકારક રીતે થઇ રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code