સરાહનિય@વડોદરા: ગ્રાહક ઢળી પડતાં દુકાનમાલિકે CPRથી જીવ બચાવ્યો, બંને કોરોના પોઝિટીવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સંસ્કારી નગરી વડોદરામાં એક સરાહનિય બાબત સામે આવી છે. જેમાં શહેરના એક વેપારીને ત્યાં ગ્રાહક બનીને આવેલાં વૃધ્ધ અચાનક ઢળી પડ્યા હતા. જોકે દુકાનમાલિકે પળભરનો પણ વિલંબ કર્યા સિવાય તેમને સીપીઆર મદદથી બચાવી લીધા છે. આ તરફ વૃધ્ધનો કોરોના રીપોર્ટ કરાવતાં તેઓ પોઝિટીવ જાહેર થયા તો દુકાન માલિક પણ સંપર્કમાં
 
સરાહનિય@વડોદરા: ગ્રાહક ઢળી પડતાં દુકાનમાલિકે CPRથી જીવ બચાવ્યો, બંને કોરોના પોઝિટીવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સંસ્કારી નગરી વડોદરામાં એક સરાહનિય બાબત સામે આવી છે. જેમાં શહેરના એક વેપારીને ત્યાં ગ્રાહક બનીને આવેલાં વૃધ્ધ અચાનક ઢળી પડ્યા હતા. જોકે દુકાનમાલિકે પળભરનો પણ વિલંબ કર્યા સિવાય તેમને સીપીઆર મદદથી બચાવી લીધા છે. આ તરફ વૃધ્ધનો કોરોના રીપોર્ટ કરાવતાં તેઓ પોઝિટીવ જાહેર થયા તો દુકાન માલિક પણ સંપર્કમાં આવ્યા હોઇ તેઓ પણ કોરોના પોઝિટીવ જાહેર થયા છે. દુકાનમાલિકે જણાવ્યું હતુ કે, કોરોના તો મટી જશે પરંતુ માનવતાં ના મરી પરવારવી જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાનાકારેલીબાગ વિસ્તારમાં દવાની દુકાન પર એક 50 વર્ષીય ગ્રાહક આવ્યા. તેઓ અચાનક ઢળી પડ્યા હતા. ત્યારે દુકાનના માલિક બાલકુષ્ણ ગજ્જરે વિચાર કર્યા વગર સીપીઆર પદ્ઘતિથી ગ્રાહકનો જીવ બચાવ્યો હતો. બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ પોઞિટીવ આવ્યો હતો. પરંતુ તેમનું સંક્રમણ દુકાન માલિક બાલકુષ્ણભાઇને પણ લાગ્યું હતું. તેઓ પણ પોઞિટીવ આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ઘટના બની ત્યારે લાઇનમાં ઉભેલા અનેક ગ્રાહકો ગભરાઇ ગયા હતાં. અને દુર થઇ હતા.પરંતુ દુકાનના માલિક જ દેવદુત બનીને ગ્રાહકની મદદે આવ્યા હતા. પરંતુ જરા પણ ડર્યા વગર વેપારીએ હિંમત દાખવી હતી. તેમણે આ વિશે કહ્યું હતું કે, સંક્રમણ તો કાલે મટી જશે. પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઞિટીવ આવ્યો પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.