આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા 

મહેસાણા સંકલનની બેઠકમાં કોંગી અને ભાજપી ધારાસભ્યો દ્રારા સવાલોની ઝડી વરસાવી હતી. જેમાં તાજેતરમાં વિભાજીત થયેલ ગ્રામ પંચાયતના વિરોધમાં ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામ પંચાયતના ભાગલા મામલે ફેર વિચારણા કરવા ધારાસભ્ય સાથે ભાજપી સાંસદે પણ સુર પુરાવ્યો હતો. જેને લઇ બલોલ ગ્રામ પંચાયતનો મુદ્દો રાજકીય અને સામાજીક રીતે ફરી એકવાર સામે આવ્યો છે. આ દરમ્યાન અન્ય કેટલાક સવાલોને પગલે સંકલનની બેઠકમાં ગરમાવો આવી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આજે મહેસાણા કલેક્ટર કચેરીમાં જીલ્લા સંકલન વ-ફરીયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય ભરત ઠાકોર, ઋષિકેશ પટેલ અને સાંસદ સહિતના દોડી આવ્યા હતા. આ દરમ્યાન મહેસાણા તાલુકાની બલોલ ગ્રામ પંચાયતના વિભાજનનો મુદ્દો સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હતો. મહિના અગાઉ ગામલોકોની રજૂઆતને પગલે બલોલ ગ્રામ પંચાયતના ભાગ પાડી લક્ષ્મીપુરા નામે નવિન પંચાયત બનાવવામાં આવી છે. જેમાં ગામના બે પાંચ આગેવાનોના કહેવાથી મોટાગામના બે ભાગલા પાડ્યા હોવાના આક્ષેપ સંકલનમાં થયા છે.

સમગ્ર મામલે સંકલનની બેઠકમાં બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, વિભાજનમાં સરપંચ, સભ્યો અને ગામના બહુમતી લોકોની સહમતી લેવામાં આવી નથી, તેવા આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. આ દરમ્યાન મહેસાણા ભાજપી સાંસદ શારદાબેન પટેલે પણ બલોલ ગ્રામ પંચાયતના વિરોધમાં આવેલા સવાલમાં સુર પુરાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, બલોલ ગામ મોટું હોવાથી ગ્રામજનોની રજૂઆતને અંતે નિયમોનુસાર તેનુ વિભાજન કરવામાં આવ્યુ છે.

ભાજપી ધારાસભ્યોના પણ સવાલો સામે આવ્યા

સંકલનની બેઠકમાં વિસનગરના ભાજપી ધારાસભ્ય ઋષિકેશ પટેલે પણ ખેડુતોના અન્યાયને લઇ સવાલો કર્યા હતા. જેમાં ખેડુતોના પાક સામે વિમા કંપનીઓ ભ્રષ્ટાચાર કરી રહી છે. આથી વિમા કંપનીઓ સરકારની સંપુર્ણ અનુસરે અને પાક નુકશાની સામે પુરતુ વળતર આપે તેવી રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code